૯ વાર મોતના મુખ માંથી પાછો આવ્યો આ વ્યક્તિ, અને હજી પણ એ જીવે છે.૯ વાર મોતના મુખ માંથી પાછો આવ્યો આ વ્યક્તિ, અને હજી પણ એ જીવે છે.

ઓસ્ટ્રેલીયામાં જન્મેલા ૨૯ વર્ષના જેમી પુલ, હાઈપરટ્રોફિક કાર્ડિયોમાયોપૈથી
નામની બીમારી થી પીડિત છે. હાઈપરટ્રોફિક કાર્ડિયોમાયોપૈથી બીમારીમાં હૃદયની કેટલીક માંસપેશીઓ પોળી પોળી જાય છે. જેનાથી શરીર માં લોહીનું પરિભ્રમણ સરખું નથી થઇ શકતું.

જેમીએ જણાવ્યું હતું કે આ બીમારીના કારણે તે લગભગ ૯ વાર મરી ચુક્યો હતો. અહી તેનો કહેવાનો મતલબ છે કે તેને ૯ વાર હૃદયનો હુમલો આવેલો અને ટે દરમિયાન તેનું દિલ ધડકતું બંધ થઇ ગયું હતું. અને તેને મોતને ખુબજ નજીકથી મહેસુસ કર્યું હતું.

તે પોતાને ખુબજ ખુશનસીબ માને છે કે તે હાઇપરટ્રાફિક કાર્ડિયોમાયોપૈથી જેવી ગંભીર બીમારી હોવા છતાં ટે હજી જીવે છે. જો કે ડોકટરોનું કહેવું છે કે તેમનું હૃદય વધીને પાચ વર્ષ સુધીજ કામ કરશે.

ડોકટરના કહ્યા પ્રમાણે લગભગ ૫૦૦૦ લોકો માંથી ૧ વ્યક્તિને આ બીમારી હોય છે. અને જેમી તેમાનો એક છે.

જો કે અલગ અલગ વ્યક્તિઓ માટે તેનો પ્રભાવ ખુબજ અલગ અલગ હોય છે. જેમિની વાત કરીએ તો તેને ઘણી વાર કાર્ડિયક અરેસ્ટ પડી ચુક્યા છે. જેમાં લોહી હૃદય માંથી બહાર નથી નીકળી શકતું.

જેમી ના શરીરમાં ICD નામની ડીવાઈસ ફીટ કરવામાં આવી છે. જયારે જેમી ના દિલના ધબકારા બંધ થઇ જાય ત્યારે આ ડીવાઈસ દ્વારા ફરી પાછા ધબકારા ચાલુ થઇ જાય છે.

જેમીએ જણાવ્યું હતું કે તેણે ૯ વાર મૃત્યુને ખુબજ નજીકથી મહેસુસ કર્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે દરેક વખતે તેમનો અનુભવ ખુબજ અલગ અલગ હતો.

ડોક્ટરોએ જેમીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ પણ આપી છે. કારણકે તેમનું હૃદય ક્યારે પણ બંધ થઇ શકે છે. સાથેજ તેને કસરત કરવાની અને જાજી ભાગદોડ કરવાની પણ ના પડી છે. જેથી તેના હૃદય પર જાજુ પ્રેશર ના આવે.

જેમી પોતાના જીવનને ખુલ્લા મનથી જીવવામાં માને છે. તે લોકોને પણ જીવનમાં ખુશ રહેવાની અને દુનિયામાં અનુભવ લેવાની સલાહ આપે છે.

હાઇપરટ્રાફિક કાર્ડિયોમાયોપૈથીના લક્ષણ:

સ્વાસ લેવામાં તકલીફ થાય છે ખાસ કરીને કસરત કરતી વખતે. છાતીમાં દુખાવો થવો, કસરત કર્યા પહેલા અને પછી ચક્કર આવવા વગેરે. જો આમાંથી કોઈ લક્ષણ જોવા મળે તો તરતજ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
34Source link

Like it.? Share it: