૪૩ વર્ષની ઉંમરે પણ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર મહેશ બાબુ લાગે છે 25 વર્ષના જાણો તેના ડેઇલી વર્કઆઉટ અને ડાયટ પ્લાન વિશે.


૪૩ વર્ષની ઉંમરે પણ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર મહેશ બાબુ લાગે છે 25 વર્ષના જાણો તેના ડેઇલી વર્કઆઉટ અને ડાયટ પ્લાન વિશે.

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર મહેશ બાબુ ને મોટાભાગના લોકો ઓળખતા હશે. કેમ કે તે પોતાના ફિલ્મોની અંદર પોતાના દમદાર એક્શન અને કોમેડી ના કારણે ખૂબ જ જાણીતા છે. મહેશ બાબુ આ પિક્ચરો ની અંદર માત્ર ૨૪ ૨૫ વર્ષના જ લાગે છે અને તે એકદમ ફિટ અને યુવાન લાગે છે. પરંતુ આમ લાગવા પાછળ તેની મહેનત અને બેલેન્સ ડાયટ છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મહેશ બાબુ ની ફિટનેસ અને ડાયટ પ્લાન નો રાજ.

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર મહેશ બાબુ ને દરેક લોકો એક્શન હીરો તરીકે ઓળખે છે. હાલમાં તેની રિલીઝ થયેલી ભરત અને નોઁનુ ફિલ્મ નાં  કારણે તે ખૂબ જ ચર્ચામાં રહેલા છે. આ ફિલ્મે માત્ર બે જ દિવસમાં સો કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મની અંદર મહેશ બાબુ ની બોડી તથા તેની ફિટનેસ કાબિલેતારીફ છે.

મહેશ બાબુ ને જ્યારે 1 interview ની અંદર તેની આ ફિટનેસ પાછળનું કારણ જણાવવા માટે કહ્યું ત્યારે તેણે કહ્યું કે તેનું દરરોજ વર્કઆઉટ અને આખા દિવસમાં જમવાનું યોગ્ય ડાયટ પ્લાન ના કારણે તેનું બોડી આટલું ફિટનેસ વાળું છે. તે દરરોજ નિયમિત રીતે કસરત કરે છે અને સાથે સાથે પોતાના ભોજનની અંદર બેલેન્સ આહાર જ લે છે. જેને કારણે તે આજે ૪૩ વર્ષની ઉંમરે પણ ત્રેવીસ વર્ષની ઉંમર જેવડા લાગે છે.

મહેશ બાબુ એ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે તે પોતાનું વર્કઆઉટ ચુસ્ત રીતે પાલન કરે છે અને પોતાના ટ્રેનર જે કંઈ પણ વાત કહે છે તેનો યોગ્ય રીતે પાલન કરે છે. આ ઉપરાંત તેના ડાયટિશિયન પણ તેને જે સલાહ આપે છે એ પ્રમાણે જ તે ભોજન લે છે અને તેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરતો નથી અને આથી જ તે આટલો યંગ અને ફીટ રહી શકે છે.

આ ઉપરાંત પોતાના કસરતની અંદર સ્ટ્રેચિંગ અને યોગાસન પણ પૂરતો સમાવેશ કરેલું છે. જેથી કરીને તે આજે પણ આવા એક્શન સિક્વન્સ કરી શકે છે. આ ઉપરાંત યોગાસન ના કારણે તે કાયમ માટે શાંત સ્વભાવનો રહી શકે છે અને નિયમિત પ્રાણાયામ પણ તેની આ ફિટનેસનું કારણ છે આમ મહેશ બાબુ આજે પણ હજારો લોકોના દિલો પર રાજ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
192Source link

Like it.? Share it: