૨૦ રૂપિયાના ભાવે વેચાતી પાણીની બોટલ ફક્ત ૬.૪૦ રૂપિયામાં થાય છે તૈયાર, જાણો તેની ગણતરી વિશે.૨૦ રૂપિયાના ભાવે વેચાતી પાણીની બોટલ ફક્ત ૬.૪૦ રૂપિયામાં થાય છે તૈયાર, જાણો તેની ગણતરી વિશે.

સાદું પાણી અને બોટલના પાણી માં જાજો ફર્ક નથી હોતો તેમ છતાં બોટલના પાણી  ને આપણે સુરક્ષિત માનીએ છીએ અને એની પાછળનું કારણ એ છે કે આપણે તેને સુરક્ષિત માનવાની કિંમત ચૂકવીએ છીએ. દેશમાં બોટલના પાણી ની માંગ ખુબજ વધી રહી છે. અને તેણી સાથે સાથે ભેળસેળ પણ વધુઈ રહી છે. પરંતુ હકીકતની વાત એ છે કે મફતમાં મળનાર પાણીની કિંમત આપણે ખુબજ મોંઘી ચૂકવી રહ્યા છીએ.

 

એક લીટર પાણી ની કિંમત:

અલગ અલગ બ્રાંડ ની કિંમત અલગ અલગ હોય છે આપણા દેશમાં એક લીટર પાણીની બોટલની કિંમત ૨૦ રૂપિયા છે. તે નળના પાણીથી લગભગ ૧૦ હજાર ગણું મોંઘુ છે. આખરે આટલું બધું મોંઘુ પાણી શા માટે?

 

આ છે બોટલના પાણીની ગણતરી:

પ્લાસ્ટિક બોટલ: ૮૦ પૈસા

પાણી: ૧.૨ રૂપિયા

પાણીને બધી પ્રક્રિયામાંથી પસાર કરવાની કિંમત: ૩.૪૦ પૈસા

અન્ય ખર્ચ: ૧ રૂપિયો

કુલ ખર્ચ: ૬.૪૦ પૈસા

એટલે કે લગભગ ૭ રૂપિયા માટે આપણે ૨૦ થી પણ વધુ રૂપિયા ચૂકવીએ છીએ. શું આટલા બધા રૂપિયા ચૂકવ્યા પછી પણ આપને સુરક્ષિત છીએ ? અને હા તો કેટલા??

 

મોટી સંસ્થાઓનું માનવું છે કે પાણીની મોંઘી બ્રાંડ સાથે તેણી શુધ્ધતામાં કોઈ જાજો ફર્ક નથી હોતો. તેની મોંઘી કિંમત પાછળનું સાચું કારણ છે બોટલ અને તેના પર છાપેલું નામ.

ભારતમાં બોટલના પાણી ઉત્પાદિત કરતી ૫ હજાર થી પણ વધુ કંપનીઓ છે. જેની પાસે બ્યુરો ઓફ ઇન્ડીયનના લાઇસન્સ છે. તેમ છતાં આ પાણી સુરક્ષિત નથી. ૨૦૧૪-૧૫ માં ભારત સરકારે બોટલના પાણી પર એક સર્વે કર્યો હતો જેમાં ૮૦૬ સેમ્પલ લીધા હતા, જેમાં અડધાથી વધારે સેમ્પલ ની ગુણવત્તા ખરાબ હતી.

 

પ્યુરીફાઈડ પાણી:

આમાં નળના પાણીને ઘણી બધી પ્રક્રિયાઓ માંથી પસાર કરી શુદ્ધ કરવામાં આવે છે, અને આ પાણી ને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં તેમાંથી મોટા ભાગે મિનરલ્સ નીકળી જાય છે.

 

ડીસ્ટીલ્ડ પાણી:

આમાં પાણી માંથી પણ મોટા ભાગે મિનરલ્સ નીકળી જાય છે. નાના અપ્લાયન્સમાં ઉપયોગમાં લેવામાં આ યોગ્ય છે.

 

સ્પ્રિંગ વોટર:

 

કોઈ પણ પાણી એટલેકે તે ટ્રીટેડ હોય કે ના હોય તે સ્પ્રિંગ વોટરની શ્રેણીમાં આવે છે.

 

વધી રહી છે દેશની તરસ:

વિદેશમાં બોટલના પાણીની શરૂઆત ૧૯ મી સદી થી થઇ ગઈ હતી. અને ભારતમાં તે ૭૦ ના દશકામાં આવ્યું. અને આજે ભારતમાં પાંચ હજારથી પણ વધુ ઉત્પાદકો છે. અને લગાતાર તેણી સંખ્યા વધી રહી છે અને તેણી સીધી અસર પર્યાવરણ પર પડી રહી છે. પાણીની એક બોટલ નાશ પામવા માટે ૪૦ થી ૧૦૦૦ વર્ષનો સમય લે છે. અને ફક્ત ૨૦% બોટલો જ રિસાઈકલ થાય છે. આ બોટલો બનવા માટે જેટલું પેટ્રોલીયમ વપરાય છે તેનાથી ૧ મીલીયન કારો એક વર્ષ માટે ચાલી શકે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

Like it.? Share it: