હોઠ પર પરસેવો કેમ નથી થતો? કારણ જાણીને થઇ જશો હેરાન


હોઠ પર પરસેવો કેમ નથી થતો? કારણ જાણીને થઇ જશો હેરાન

હોઠ આપણા શરીરના એક મહત્વપૂર્ણ અંગ છે. જે આપણા ચહેરાના આકર્ષણ ને વધારે છે. ખાસ કરીને છોકરીઓ માટે સારા હોઠ એ તેની સુંદરતાને ડબલ કરી આપે છે.

હોઠો નો રંગ આપણી ત્વચાના રંગ કરતા અલગજ હોય છે. કારણ કે તેમાં ચામડીના સ્તર બાકીની ત્વચાના પ્રમાણમાં ખુબજ ઓછા હોય છે. તેથી આપણા હોઠ ગુલાબી રંગ ના હોય છે. એવું કહેવામાં આવે છે કે જયારે આપણા શરીરમાં પાણીની ઉણપ થાય ત્યારે તેની પહેલી અસર આપણા હોઠો પર તરતજ જોવા મળે છે.

તમે ઘણી વાર એવું જોયું હશે અને નોટીસ પણ કરી હશે કે આપણા હોઠો પર ક્યારેય પરસેવો થતો નથી. અને તેનું એક માત્ર કારણ એ છે કે આપણા હોઠો પર પરસેવો પેદા કરતી ગ્રંથીઓ નથી હોતી. જેના કારણે હોઠો પર પરસેવો નથી થતો. અને હોઠ બીજા અંગોની સરખામણીમાં જલ્દીથી કોરા પડી જાય છે.

જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેમ તેના હોઠ પહેલા કરતા વધુ પાતળા થવા લાગે છે. અને હોઠ ની એક ખાસ વાત એ છે કે જેવી રીતે વ્યક્તિની આંગળીઓ ની છાપ એકબીજા સાથે મેચ નથી થતી, તેવી જ રીતે મનુષ્યના હોઠ પણ કોઈ બીજી વ્યક્તિ જોડે મેચ નથી થતા. દરેક વ્યક્તિના હોઠ ની છાપ અલગ અલગ હોય છે.

તે ઉપરાંત હોઠની બીજી પણ એક ખાસ વાત એ છે કે હોઠ આપણી કામવાસના ને વધારે છે. તેથી કિસિંગ માટે હોઠનો ઉપયોગ કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
9Source link

Like it.? Share it: