હોટેલ જેવું જ ટેસ્ટી પંજાબી શાક ઘરે બનાવવા માટે તમારા શાકમાં ઉમેરો આ મસાલો


હોટેલ જેવું જ ટેસ્ટી પંજાબી શાક ઘરે બનાવવા માટે તમારા શાકમાં ઉમેરો આ મસાલો

દરેક લોકોને પંજાબી વાનગીઓ તો ખૂબ ભાવતી હોય છે અને જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ ત્યારે આ પંજાબી વાનગી નો ઓર્ડર કરતાં હોઈએ છીએ. અને ઘણા લોકો આ પંજાબી વાનગી કરે પણ બનાવતા હોય છે પરંતુ મોટેભાગે આપણા ઘરના લોકો એમ કહેતા હોય કે રેસ્ટોરન્ટ જેવું શાક આપણા ઘરે બનતું નથી. જો તમારે પણ આ સમસ્યા હોય તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા મસાલા વિશે કે જેને તમારા પંજાબી શાક ની અંદર ઉમેરતા જ તમારું શાક પણ બની જશે રેસ્ટોરન્ટ જેવું છે.

સામગ્રી

 • 1 વાટકી કસૂરી મેથી
 •  એક ચમચી એલચી પાવડર
 •  બે ચમચી મગજતરીના બી
 •  ૧૫ નંગ કાજુ
 • 8 લવિંગ
 •  એક ચમચી ડુંગળીની પેસ્ટ
 •  એક ચમચી લસણની પેસ્ટ
 •  બે ચમચી લાલ મરચું પાવડર
 •  બે ચમચી ધાણાજીરું પાવડર
 •  સ્વાદ અનુસાર મીઠું
 •  બે ચમચી આખા કાળા મરી

 બનાવવાની રીત

 1.  સૌ પ્રથમ એક વાસણ ની અંદર આ બધા જ મસાલા ઉમેરી અને તેને બરાબર શેકી લો. અને જ્યારે આ બધા જ મસાલા બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેને ફ્લેટની અંદર કાઢી લઈ અને ઠંડા થવા માટે રાખી દો. અને જ્યારે આ મસાલા ઠંડા થઈ જાય ત્યાર બાદ તેનો બારીક પાવડર બનાવી લો.
 2. ત્યારબાદ આ પાવડર ની અંદર લાલ મરચું પાવડર ધાણાજીરું અને અન્ય મસાલા નાખી બરાબર મિક્સ કરી લો. બસ આ રીતે તૈયાર છે પંજાબી ગ્રેવી નો મસાલો આ મસાલાનો ઉપયોગ જ્યારે તમે કોઈ પણ પ્રકારનો પંજાબી શાક કરતા હોવ ત્યારે કરી શકો છો.
 3. જ્યારે તમે પંજાબી શાકની ગ્રેવી બનાવતા હોવ ત્યારે આ મસાલાની સાથે થોડા આખા શેકેલા કાજુ પણ ઉમેરી દેવા જેથી કરીને પંજાબી શાકનો સ્વાદ ડબલ થઈ જાય. જો તમે પંજાબી શાક ની અંદર આ મસાલા ઉમેરી દેશો તો તમે પણ રેસ્ટોરન્ટ જેવું જ પંજાબી ખાવાનું બનાવી શકશો તમારા ઘરે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: