હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ભૂલથી પણ ન ખાય આ પાંચ વસ્તુઓ.


હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ભૂલથી પણ ન ખાય આ પાંચ વસ્તુઓ.

આજે અમે આપને એવા ખાદ્ય પદાર્થો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે હાઇબ્લડપ્રેશરના દર્દીઓએ ક્યારેય ન ખાવા જોઈએ. જો તમારે પણ કંટીન્યુ રીતે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમારે આ પ્રકારની વસ્તુઓ ભુલથી પણ ન ખાવી જોઈએ. કેમકે આ પ્રકારની વસ્તુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઝેર સમાન માનવામાં આવે છે અને ક્યારેય પણ આ વસ્તુ ન સેવન કરવી જોઈએ.

 

અથાણું

મોટે ભાગે લોકો પોતાના ઘરમાં આખા વર્ષનું બનાવતા હોય છે અને સ્વાદમાં શોખીન લોકો ખૂબ ભાવથી આ ખાતા હોય છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ અથાણાં થિ દૂર રહેવું જોઈએ અને તેણે ક્યારેય પણ અથાણું ન ખાવું જોઈએ. કેમકે અથાણાં ને લાંબો સમય સુધી મીઠા ની અંદર ડુબાડીને રાખવામાં આવે છે જેથી તેની અંદર ભરપૂર માત્રામાં મીઠુ જોવા મળે છે અને સોડિયમની વધુ માત્રા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

 

કોફી

કોફી પીવાના કારણે લોકોનું બ્લડપ્રેશર ખૂબ ઝડપથી વધી જાય છે. આથી હાઈ બ્લડ પ્રેશરના લોકોને કોફી જરા પણ સદતી નથી. આથી હાઇબ્લડપ્રેશર ધરાવતા લોકોએ ભૂલથી પણ ક્યારેય કોફીનું સેવન ન કરવું જોઇએ. કેમકે કોફી ની અંદર રહેલું કેફી દ્રવ્ય તમારા શરીરનું બ્લડ પ્રેસર ખૂબ વધુ માત્રામાં વધારી દે છે જેને કારણે તમને હાર્ટ એટેક આવવાની શક્યતા પણ વધી જાય છે.

 

આલ્કોહોલ

આલ્કોહોલ એક એવી વસ્તુ છે જે બ્લડપ્રેશરને ખૂબ ઝડપથી વધારી દે છે અને ઘણી વખત એ આપણી રક્તવાહિનીઓને પણ ડેમેજ કરી દે છે. આથી જ હાઈ બ્લડ પ્રેશરના વ્યક્તિઓએ આલ્કોહોલથી કાયમી માટે દૂર રહેવું જોઇએ. કેમ કે આલ્કોહોલ ની અંદર એવા દ્રવ્યો હોય છે જે શરીરની અંદર કોલેસ્ટ્રોલને વધારે છે અને જેને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.

 

ફ્રેન્ચ ફ્રાઈસ

ફ્રેન્ચ ફ્રાઇઝ ની અંદર ફકીર માત્રામાં સોડિયમ અને ફેટ હોય છે જે તમારા બ્લડ પ્રેશરને ખૂબ વધુ માત્રામાં વધારી દે છે અને બ્લડપ્રેશરના દર્દીઓએ ક્યારેય પણ આવી તળેલી ફ્રેન્ચ ફ્રાઈસ ન ખાવી જોઈએ.

 

ટોમેટો કેચપ

બ્લડપ્રેશરના દર્દીઓ સાદા ટમેટા ભરપૂર માત્રામાં ખાઈ શકે છે. પરંતુ બ્લડપ્રેશરના દર્દીઓએ ક્યારેય ટમેટા માંથી બનેલી બીજી વસ્તુઓ જેવી કે ટોમેટો કેચપ કે અન્ય કોઈપણ વસ્તુઓનો ક્યારેય પણ સેવન ન કરવું જોઇએ. કેમ કે ટોમેટો કેચપ બનાવતી વખતે તેની અંદર ભરપૂર માત્રામાં મીઠું નાંખવામાં આવ્યું હોય છે. તથા પ્રિઝર્વેટીવ તરીકે વિનેગાર ઉપયોગ કરવામાં આવ્યો હોય છે જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
5Source link

Like it.? Share it: