હવે હોટેલ કરતા પણ સારી “ચાઇનીઝ નુડલ્સ ભેળ” બનાવી શકો છો ઘરે, ચાલો જોઈએ તેની આસન રીત.


હવે હોટેલ કરતા પણ સારી “ચાઇનીઝ નુડલ્સ ભેળ” બનાવી શકો છો ઘરે, ચાલો જોઈએ તેની આસન રીત.

સામગ્રી:

 • બાફેલા નુડલ્સ
 • ગાજર
 • કેપ્સીકમ
 • કોબીઝ
 • ટમેટા સોસ
 • તેલ
 • લાલ મરચું
 • ચાટ મસાલો
 • મીઠું

 

બનાવવાની રીત:

 1. નુડલ્સ બાફવા

એક વાસણ માં એટલું પાણી ગરમ મુકવું કે નુડલ્સ આસાનીથી તેમાં બાફી શકાય. પાણી માં મીઠું અને તેલ ઉમેરવું, ત્યાર પછી પાણીમાં ઉભરો આવી જાય પછી તેમાં નુડલ્સ ઉમેરવા. ત્યારબાદ એક ઉભરો આવે પછી ૯ થી ૧૦ મિનીટ સુધી નુડલ્સ બફાઈ જાય ત્યાં સુધી ચડવા દેવા. નુડલ્સ નરમ થઇ જાય એટલે તેમાંથી વધારાનું પાણી નીતારી લેવું. અને નુડલ્સ ને ઠંડા પાણી થી ધોઈ લેવા. અને નુડલ્સ ને છુટા-છુટા રાખીને ઠંડા થવા દેવા.

 

 1. નુડલ્સ તળવા

 

સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકવું, નુડલ્સ તળવા માટે ખુબજ ગરમ તેલ હોવું જરૂરી છે. અને ગેસ હંમેશા ફાસ રાખવો. ગરમ તેલ માં થોડા થોડા નુડલ્સ નાખી અને તળવા. નુડલ્સ ગોલ્ડન બ્રાઉન કલર ના થઇ જાય એટલે પ્લેટ માં કાઢી લેવા. બધાજ બાફેલા નુડલ્સ આવી રીતે તળી લેવા.

 

 1. શાકભાજી ફ્રાય કરવા

 

ભેળ બનાવવા માટે એક પેન માં એક ચમચી તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીણા સમારેલા લીલા મરચા ઉમેરો.

મરચા જેવા તેવા ચડી જાય એટલે તેમાં લાંબા કાપેલા ગાજર, કેપ્સીકમ, અને કોબીઝ ઉમેરીને ફાસ ગેસ પર એકધારું હલાવતા રહેવું. ૧ મિનીટ બાદ ક્રન્ચી થઇ જાય એટલે તેમાં મીઠું ઉમેરવું.

શાકભાજી બરાબર સતળાઇ જાય પછી તેમાં ચાટ મસાલો અને ટમેટા સોસ ઉમેરો બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવો. ભેલ બનાવવા માટે મસાલેદાર શાકભાજી પણ તૈયાર છે.

 

 1. ભેળ બનાવવી

ભેળ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લેવું તેમાં ફ્રાય કરેલા નુડલ્સ તોડી ને નાખવા. પછી તેમાં બધા જ ફ્રાય કરેલા શાકભાજી નાખવા. અને બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં લીલા ધાણા નાખો, તો તૈયાર છે ચાઇનીઝ નુડલ્સ ભેળ. નુડલ્સ ભેળ ને પ્લેટ માં કાઢીને ધાણા થી સજાવીને પીરસો.

નોંધ:-

શાકભાજી તમે તમારી પસંદ મુજબ ઓછા વધુ કરી શકો છો.

જો તમે કાંદા લસણ ખાવાનું પસંદ કરતા હોય તો તે પણ નાખી શકો છો.

જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરો છો તો તેમાં રેડ ચીલી સોસ અથવા સેઝવાન સોસ પણ ઉમેરી શકો છો.

ભેળ બનાવવા માટે નુડલ્સ ને અગાઉ થી ફ્રાય કરીને એર ટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. અને જયારે ઈચ્છો ત્યારે ભેળ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

તેમજ તેને લીલા કાંદાથી પણ સજાવી શકાય છે.

 


Post Views:
8Source link

Like it.? Share it: