હવે શ્રાવણ મહિનામાં બનાવો ફરાળી શક્કરિયા ના ભજીયાહવે શ્રાવણ મહિનામાં બનાવો ફરાળી શક્કરિયા ના ભજીયા

શ્રાવણ મહિનો એટલે ભગવાન શંકર નો મહિનો અને શ્રાવણ મહિનાની અંદર દરેક લોકો ભગવાન શંકરને ખુશ રાખવા માટે વ્રત રહેતાં હોય છે. પરંતુ ઉપવાસ ની અંદર તે પોતાના જીભ ઉપર કાબુ રાખી શકતા નથી અને આથી જ્યારે લોકો રહેતા હોય છે ત્યારે પણ અવનવી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે. તમારા જીભના ચટકારાને પૂર્ણ કરવા માટે આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ ફરાળી  શક્કરિયા  ના ભજીયા તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

  • ૨ નંગ શક્કરિયા
  • સ્વાદ અનુસાર મીઠું
  • ત્રણ ચમચી શિંગોડાનો લોટ
  • અડધી ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • એક વાટકી દહીં

બનાવવાની રીત

  1. સૌપ્રથમ શક્કરિયા ને બરાબર બાફી લઇ અને તેના ટુકડા કરી લો. ત્યારબાદ આ ટુકડા ની અંદર બીજી બધી જ વસ્તુઓ ભેળવી લઈ અને સકરિયા નો છૂંદો બનાવી લો.
  2. હવે આ છુંદા ના ગોળ લૂઆ વાળી લો અને તેને શિંગોડાના લોટમાં રગદોળી લો કે જેથી કરીને તેની ઉપર શિંગોડાનો લોટ બરાબર ચડી જાય.
  3. ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે બનાવેલા શિંગોડાના આ ગોળાને તળી લો.
  4.  જ્યારે તે આછા બ્રાઉન રંગના થાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી લો અને તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: