હવે વ્રતમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ ફરાળી કચોરી જાણી લો તેની રેસિપી


હવે વ્રતમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ ફરાળી કચોરી જાણી લો તેની રેસિપી

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો, એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ફરાળી કચોરી તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

  • ૧ વાટકો મોરૈયો
  • ૧ વાટકો રાજગરાનો લોટ
  • ૧ વાટકો શિંગોડાનો લોટ
  • તળવા માટે તેલ
  • આખા તીખા ૨ નંગ
  • બટેટા બે લવિંગ
  • 2 લાલ મરચા
  • દસ ઝીણા સમારેલા લીલા મરચા
  • ઝીણી સમારેલી ધાણા ભાજી
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌપ્રથમ મોરૈયાને બરાબર સાફ કરી લઇ અને તેને બે થી ત્રણ કલાક સુધી પાણીમાં પલાળી દો. ત્યારબાદ આ મોરૈયાને મિક્સર ની અંદર એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
  2. હવે બાફેલા બટેટાને બરાબર મસળી લઈ તેનો માવો તૈયાર કરો.
  3. હવે એક વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર જીરું અને લીલા મરચાનો વઘાર કરો. ત્યારબાદ તેની અંદર આપણે બનાવેલી મોરૈયા ની પેસ્ટ ઉમેરી ધીમે ધીમે શેકો.
  4. ત્યારબાદ આ મિશનની અંદર બટેટાની પેસ્ટ બાકીના મસાલા અને આખા તીખા ઉમેરી બરાબર હલાવી લો અને જ્યારે તે બરાબર શેકાઈ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લઈ અને ઠંડુ થવા માટે રાખી દો.
  5. જ્યારે આ મિશ્રણ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેની અંદર થી નાના નાના લૂઆ લઇ અને તેના ગોળાકાર ગોળા બનાવી લો.
  6. હવે રાજગરા અને શિંગોડાના લોટને બરાબર મિક્સ કરી તેની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરી અને એકદમ કડક લોટ બાંધી લો અને ત્યારબાદ તેમાંથી પૂરી વણી લો.
  7. હવે આ દરેક પૂરી ની વચ્ચે આપણે બનાવેલા એ ગોળાને મૂકી દઈ અને પૂરીને બધી બાજુથી પેક કરી કચોરી જેવી બનાવી લો.
  8. ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને તેલ બરાબર આવી જાય ત્યારબાદ મધ્યમ આંચ ઉપર આ કચોરી ને બરાબર સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.
  9. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ફરાળી કચોરી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12



Source link

Like it.? Share it: