હવે બનાવો એકદમ સ્વાદિષ્ટ મસાલા વાળી ચા..


હવે બનાવો એકદમ સ્વાદિષ્ટ મસાલા વાળી ચા..

નમસ્તે મિત્રો, ઘણા લોકો એવા હોય છે જે ચા ના ખુબ જ શોખીન હોય છે પરંતુ એને બનાવતા નથી આવડતી. તમે એવા લોકોને પણ જોયા જ હશે. એને બધી રસોઈ ખુબ જ સારી આવડતી તો હોય પરંતુ જયારે એને ચા બનાવવા માટે પૂછવામાં આવે ત્યારે એ કહી દે છે કે એમને ચા બનાવતા નથી આવડતી. ચા પીવાના ઘણા ફાયદા પણ છે. જો તમને ક્યારેક ખુબ જ થાક લાગ્યો હોય, માથું દુખતું હોય અથવા કામનું પ્રેશર વધુ હોય ત્યારે ચા પીવાથી ઘણી શાંતિ મળે છે અને તમને સારો અહેસાસ કરાવે છે. જો તમને બનાવતા આવડતી હોય તો તમે બનાવી લો છો અને ન આવડતી હોય તો આજે અમે તમને જણાવીશ ચા બનાવવાની રેસીપી વિશે.

સામગ્રી

 • દૂધ
 • પાણી
 • ચાની ભૂકી
 • ખાંડ
 • આદુ
 • એલચી
 • લવિંગ

 

મસાલા વાળી ચા બનાવવાની રીત

 1. સૌથી પહેલા તમે દૂધ અને પાણીને ઉકળવા માટે રાખી દેવા અને ત્યાં સુધી તમે આદુ, એલચી અને લવિંગને કુટી(ખાંડી) લેવા.

 1. દુધને ઉફાણો આવી ગયા પછી એમાં આદુ અને એલચીના મિશ્રણને નાખી દેવું અને ૨ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર એને પાકવા દેવી.

 1. ત્યાર પછી એમાં ચાની ભૂકી અને ખાંડ જરૂરિયાત મુજબ નાખવી અને એને ૩ – ૪ મિનીટ સુધી પકવવા દેવી.

 1. પછી ગેસને બંધ કરી દેવો, એને એક બાઉલ અથવા કપમાં કાઢી લેવી.

હવે તમારી એકદમ સ્વાદિષ્ટ અને ગરમા ગરમ મસાલા ચા બનીને તૈયાર છે. તમે ઘરે આવેલા મહેમાન ને આ ચા બનાવીને પણ પીવડાવી શકો છો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: