હવે બનાવો એકદમ નવીન કાચા કેળાનું મજેદાર ભરતુ


 હવે બનાવો એકદમ નવીન કાચા કેળાનું મજેદાર ભરતુ

કાચા કેળા માંથી આપણે કોઈપણ વસ્તુ બનાવી શકીએ છીએ. મોટેભાગે કેળાની વેફર કાચા કેળા માંથી જ બનતી હોય છે. કાચા કેળા માટે આપણે કબાબ, કોફતા, કરી અને ચિપ્સ પણ બનાવી શકીએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કાચા કેળાના ભરતા ની રેસીપી.

સામગ્રી

  • અડધો કિલો કાચા કેળા
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી ધાણાજીરુ પાઉડર
  •  અડધી ચમચી હળદર
  • એક ચપટી હિંગ
  • અડધી ચમચી આમચૂર પાઉડર
  • ઝીણા સમારેલ ધાણા ભાજી
  • બે ઝીણી સમારેલી મરચી
  • અડધી ચમચી આખું જીરૂ
  • સ્વાદ અનુસાર મીઠુ
  • જરૂર મુજબ નું તેલ
  • 1 ચમચી આદુની પેસ્ટ

બનાવાની રીત

  1. કાચા કેળા ના ભરતા બનાવવા માટે સૌપ્રથમ કેળાને બરાબર સાફ કરી અને તેના ત્રણ કટકા કરી લો ત્યારબાદ એક વાસણની અંદર તેને ઉકાળવા માટે રાખી દો અને જ્યારે કેળા બરાબર બફાઈ જાય ત્યારે તેની અંદર અડધી ચમચી મીઠું ઉમેરી દો.
  2. કેળા ને 10 મિનીટ સુધી પાકવા દો અને જ્યારે કેળા એકદમ નરમ થઈ જાય ત્યારે તેને પાણીની અંદર થી બહાર કાઢી લો અને કેળા ને થોડા ઠંડા થવા દો અને જ્યારે કેળા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ તેના ઉપરની છાલ કાઢી લો અને થોડા થોડા છુંદી લો.
  3. ત્યારબાદ એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરા અને હીંગનો વઘાર કરી તેની અંદર આદુની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચા હળદર અને ધાણાજીરું પાઉડર ઉમેરી અંદાજે ૩ થી ૪ મિનિટ સુધી શેકો.
  4. ત્યારબાદ આ વઘાર ની અંદર અગાઉથી પકાવેલા કેળા ઉમેરી બરાબર હલાવી લો અને ત્યાર બાદ તેમાં ઉપરથી લાલ મરચું પાવડર આમચૂર પાવડર લીલી ધાણા ભાજી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી પાકવા દો.
  5. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કેળાનુ ભરતું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
9



Source link

Like it.? Share it: