હવે બટાકા ડુંગરીના નહિ પણ કાજુના ભજીયા ખવડાવી કરો મહેમાની આગતા સ્વાગતા, જુવો રેસિપી


હવે બટાકા ડુંગરીના નહિ પણ કાજુના ભજીયા ખવડાવી કરો મહેમાની આગતા સ્વાગતા, જુવો રેસિપી

વરસાદ ની સીઝન ચાલી રહી છે ત્યારે ચાય સાથે ભજીયા ઘરમાં બનાવવામાં આવે છે. સામાન્ય રીતે બટાકા,ડુંગરી, મરચા અને પનીર ના ભજીયાજ બનાવવામાં આવે છે જેનાથી તમે કંટાળી પણ ગયા હસો. આજ અમે તમને બતાવશું કેવીરીત બનાવવા ઘરે સ્વાદિષ્ટ કાજુ ના ભજીયા. તો ચાલો જોઈએ કાજુના ભજીયા બનાવવાની રીત.

કાજુ ના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૧ કપ કાજુ
  • ½ ચણા નો લોટ
  • ½ કપ ચોખા નો લોટ
  • ½  ચમચી આદુ લસણ ની પેસ્ટ

  • ½ કપ જીણો સમારેલ ફુદીનો
  • ½ કપ જીણા સમારેલ ઘાણા
  • 1 ચમચી અધકચરી પીસેલ વર્યારી

  • લાલ મરચા નો પાવર સ્વાદ અનુસાર
  • તેલ તરવા માટે.

કાજુ ભજીયા બનાવવા ની રીત

સૌથી પહેલાએક મિશ્રણ બનાવો આ મિશ્રણ બનાવવા માટે ચણા નો લોટ, ચોખા નો લોટ આદુ લસણ પેસ્ટ, મીઠું, મરચું તેમજ વર્યારી એક બાઉલ અંદર લઇ મિક્ષ કરો.હવે એક કઢાઈ ની અંદર તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થી જાય એટલે મિશ્રણ ની અંદર એક ચમચી ગરમ તેલ ઉમેરો હવે જીણો સમારેલ ફુદીનો,ધાણા અને કાજુ ઉમેરી સરખી રીતે મિક્ષ કરી મિશ્રણ તૈયાર કરો.

એ બાબત નું ધ્યાન રહે મિશ્રણ બહુ પાતળું ના થઇ જાય. હવે મિશ્રણ માંથી નાના નાના ટુકડા બનાવી એ ટુકડાઓ ને ગરમ તેલ ની અંદર ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તરો.

બસ તમારા કાજુ ભજીયા તૈયાર છે હવે ગરમા ગરમ ફુદીના ની ચટણી તેમજ મસાલા ચાય સાથે આનંદ માણો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
78Source link

Like it.? Share it: