હવે ઘરે બનાવો હોટલ જેવીજ દાળ ફ્રાય જુવો રેસેપીહવે ઘરે બનાવો હોટલ જેવીજ દાળ ફ્રાય જુવો રેસેપી

આપણા ગુજરાતી લોકોને દાળ તો રોજ બપોરે ભાત જોડે જોઈએજ પણ આજ અમે વાત કરી રહ્યા છીએ દાળ ફ્રાય ની જે આપને બહાર હોટલ ની અંદર ઓર્ડર કરવાનું પસંદ કરીએ છીએ. તો ચાલો જોઈએ ઘરે દાળ ફ્રાય બનવાની રેસેપી.

સામગ્રી :

 • તજ- લવિંગ
 • ૧ વાટકી તુવેર દાળ
 • તલનું તેલ
 • ૧ ચપટી મેથી
 • રાઈ
 • કાળા મરી નો ભૂકો
 • તમાલપત્ર,
 •  મીઠું
 • લીલા મરચા
 • કોથમરી
 • મીઠો લીમડો
 •  ધાણાજીરું
 • ગરમ મસાલો

દાળ ફ્રાય બનાવવા ની રીત

તુવેર દાળ ને સૌ પ્રથમ પલાળી ને રાખો એક કલાક સુધી અને એ પાણી એને બાફવા મૂકી દો. દાળ બફાઈ જાય પછી વઘાર માટે તેલ  ને એક વાસણ અંદર ગરમ કરવા મુકો. તેલ ગરમ થયા પછી રાઈ , તમાલપત્ર, તજ, લવિંગ એક સાથે નાખી વઘાર કરવો ત્યાર બાદ અંદર હિંગ, મીઠો લીમડો અને  મરચા ના ટુકડા નાખી સાંતળવું.

ત્યાર પછી ડુંગરી ઉમેરો અને લસણ ને કુટી ને નાખો. આ બધું 5 મિનીટ હલાવો અને તેમાં સ્વાદ અનુસાર લાલ મરચું ધાણાજીરું, મીઠું, હળદર અને જરૂરી મસાલા ઉમેરો અને ટમેટું નાખો ટામેટા ને જ્યાંસુધી નરમ ના થાય ત્યાં સુધી સેકો અને ટમેટું ચડી જાય ત્યાર પછી તેમાં તમે જે દાળ બાફી છે તે ઉમેરો અને તમે ઈચ્છો તો દાળ બાફવામાં જે પાણી વાપર્યું હતું તેજ વાપરી શકો છો. અથવા તો ઘાટી દાળ ને પાતળી કરવા ઉપરથી ગરમ પાણી નાખી શકો છો. અને જરૂરિયાત મુજબ ઘટ્ટ થયા બાદ એ તૈયાર દાળ ને ચુલા કે ગેસ પરથી ઉતારી લ્યો અને સ્વાદ અનુસાર સૌથી છેલે લીંબુ નો રસ ઉમેરો અને ગરમા ગરમ તમારા પરિવાર જાનો સાથે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
79Source link

Like it.? Share it: