હવે ઘરે બનાવો ટેસ્ટી ખાટીમીઠી ગુજરાતી કઢી, જુવો રેસિપી


કઢી જે વ્યક્તિઓ ને પ્રિય હશે તેમના તો મોઢામાં પાણી આવી ગયું હશે. કઢી સાથે ઘણીબધી વાનગીઓ લેવામાં આવે છે.દરેક જગ્યાએ અલગ અલગ સ્વાદ અને રીત ની કઢી બનાવવામાં આવે છે. આજે અમે તમને ગુજરાતી ખાટીમીઠી કઢી ઘરે બનાવવાની રીત બતાવીશું.

તો ચાલો જોઈએ ગુજરાતી ખાટીમીઠી કઢી બનાવવાની રીત.

કેટલા લોકો માટે : 2-4

બનવાનો સમય 15-૩૦ મિનીટ

કઢી બનાવવા જરૂરી સામગ્રી નું લીસ્ટ

 • ખાટું દહીં ૩ વાટકી
 • પાણી 2 વાટકી

 • ચણા નો લોટ 2 મોટી ચમચી
 • આદુ લસણ ની પેસ્ટ ૧ નાની ચમચી
 • લીલા મરચા ની પેસ્ટ એક નાની ચમચી
 • આખા લાલ મરચા 1
 • મીઠો લીમડો 5 થી 6 પાંદડા
 • તજ ના ૧ 2 ટુકડા
 • લવિંગ 2-૩
 • મેથી ના દાણા એક નાની ચમચી
 • રાઈ 1/2 નાની ચમચી
 • જીરું ½ નાની ચમચી

 • ખાંડ ૧ મોટી ચમચી
 • મીઠું સ્વાદ અનુસાર
 • ઘી અથવા તેલ
 • ધાણા જીણા સમારેલ

ગુજરાતી ખાટીમીઠી કઢી બનાવવા ની રેસિપી

 • એક વાસણ ની અંદર ચણા ના લોટ ને ચારી લો, હવે બીજા વાસણ તેની અંદર ચણાનો લોટ અને દહીં નાખી સરખી રીતે મિક્ષ કરો. એક બાબત નું ધ્યાન રાખવું તેમાં કણી કણી રહી ના જાય.

 • હવે દહીં અને  ચણાના  લોટના મિશ્રણ ની અંદર પાણી ઉમેરી સરખી રીતે મિક્ષ કરો.
 • એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો, તેલ ગરમ થયા પછી તેમાં , રાઈ, જીરું, મેથી ના દાણા, મીઠો લીમડો અને આખા લાલ મરચા ઉમેરો અને વઘાર આપો.
 • હવે તજ અને લવિંગ ઉમેરી ૩૦ સેકંડ સુધી ધીમા તાપમાને સેકો.

 • હવે લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને 2 મિનીટ સુધી સેકો.
 • હવે તે વઘાર ની અંદર ચણાના લોટ અને દહીં નું મિશ્રણ ઉમેરો અને કઢી ઉકળે નહિ ત્યાં સુધી તેને હલાવો
 • જયારે કઢી ઉકળી જાય ત્યારે ગેસ ધીમો કરી તેમાં મીઠું અને ખાંડ નાખી 15 થી 20 મિનીટ ચડવા દો.
 • સરખી રીતે ચડ્યા પછી ગેસ બંધ કરી દો અને તેમાં લીલા ધાણા  છાંટી પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

ASource link

Like it.? Share it: