હવે ઘરે બનાવો ટેસ્ટી અને મજેદાર ખજુર અને ડ્રાયફ્રૂટના લાડુ


હવે ઘરે બનાવો ટેસ્ટી અને મજેદાર ખજુર અને ડ્રાયફ્રૂટના લાડુ

ખજુર એક ખુબજ પોષ્ટિક ફળ છે, તેમાં ગ્લુકોઝ, પોટેશીયમ અને બીજા અન્ય વિટામિન્સ પણ હોય છે. તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ સારો છે, ઘણા લોકોને એકલો ખજુર પસંદ નથી હોતો તો ચાલો બનાવીએ ખજૂરના લાડુ. આ લાડુ બનાવ્યા પછી તમેજ કહેશો કે ખજુર ખુબજ ભાવે, આ લાડુ માં ખાંડનો ઉપયોગ નથી કરેલો તેથી તેને ડાયેટ માં પણ ઉપયોગમાં લઇ શકાય છે.

જરૂરી સામગ્રી:

 • ખજુર
 • કાજુ
 • બદામ
 • પીસ્તા
 • એલચી પાવડર
 • ઘી

બનાવવાની રીત:

 1. સૌથી પહેલા ખજૂરના ઠળિયા કાઢી લેવા, અને તેને મિક્સરમાં અધકચરું પીસી લેવું. ( વધારે પેસ્ટ જેવું ના થઇ જાય તેનું ધ્યાન રાખવું ખજૂરને આખાભાગો પીસવો)
 2. ત્યારબાદ કાજુ, બદામ અને પિસ્તાને જીણા સમારી લેવા.
 3. બધી સામગ્રી તૈયાર થઇ જાય એટલે ગેસ પર એક વાસણ મૂકી તેમાં થોડું ઘી નાખવું.

 1. હવે આ ઘી વાળા પેનમાં કાપેલા ડ્રાયફ્રૂટ ઉમેરી ૨ મિનીટ માટે ધીમા તાપે સાંતળો.
 2. ડ્રાયફ્રૂટ સંતળાઈ જાય એટલે તેમાં પીસેલો ખજુર ઉમેરો. અને બધું બરાબર મિક્સ કરો.
 3. પછી તેમાં એલચી પાવડર ઉમેરો અને ચમચાની મદદથી બધું બરાબર મિક્સ કરો થોડી વાર હલાવો અને પછી ગેસ બંધ કરી દો.

 1. ગેસ પરથી ઉતરી ઠંડુ થવા દેવું. ઠંડુ થઇ જાય એટલે બંને હાથની મદદ થી નાની નાની ગોળીઓ હાથમાં લઈને તેના લાડુ બનાવો.
 2. લાડુ એકદમ નાના નાના સોપારીના આકારના કરો. મિશ્રણ બિલકુલ ઠંડુ થઇ જવા દેવું પછીજ લાડુ બનાવવા અને લાડુને મસ્ત ગોળ આકાર આપવો. તો તૈયાર છે ખજૂરના લાડુ.
 3. આ લાડુને તમે ઈચ્છો તો ડેકોરેશન માટે ખમણેલા જીણા ટોપરામાં રગદોળી શકો છો. અને આ લાડુને તમે સ્ટોર પણ કરી શકોછો.


Post Views:
6Source link

Like it.? Share it: