હવે ઘરે બનાવો ખુબ જ સ્વાદિષ્ટ “નારિયેળ શેક” સરળ રીતે.હવે ઘરે બનાવો ખુબ જ સ્વાદિષ્ટ “નારિયેળ શેક” સરળ રીતે.

નારિયેળ શેકની રેસિપી

નારિયેળ શેક એક લાજવાબ શેક છે જે નારિયેળ, દૂધ અને આઈસ્ક્રીમ થી બનાવવામાં આવે છે. જો તમને ગરમીની મોસમમાં સાંજના સમયમાં કંઇક ઠંડુ ખાવાનું મન થાય ત્યારે આ શેક ખુબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે આ શેકને નાસ્તા સાથે પણ પીરસી શકો છો. એક પછી એક સ્ટેપની રીતે આ રેસીપીનું પાલન કરવાથી નારિયેળ શેક બનાવતા શીખો. તો ચાલો આજે આપણે નારિયેળ શેકની રેસિપી વિશે જાણીશું.

જરૂરી સામગ્રી

 • ખમણેલું સુકું નારિયેળ,
 • દૂધ અથવા નારિયેળનું દૂધ,
 • વેનીલા આઈસ્ક્રીમ અથવા સ્ટોર કરેલું દહીં,,
 • ખાંડ સ્વાદ અનુસાર.

નારિયેળ શેક બનાવવાની રીત

 1. એક બાઉલમાં મધ્યમ તાપ પર થોડું સુકું નારિયેળ શેકી લેવું,
 2. પછી તેને ચમચાથી હલાવતું રહેવું અને થોડું લાલ થાય ત્યાં સુધી હલાવવું.
 3. ત્યારબાદ નારિયેળને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લેવું.
 4. તમે આ રેસિપીમાં સામાન્ય દૂધ અથવા નારિયેળ દુધનો ઉપયોગ કરી શકો છો.
 5. પછી એક બ્લેન્ડર ઝારમાં પીસેલું નારિયેળ નાખવું અને દૂધ તેમજ વેનીલા આઈસ્ક્રીમ અને ખાંડ નાખવી.
 6. આ બધી વસ્તુઓને મિક્ષ કરી લેવી,
 7. ત્યાર બાદ આ બધી વસ્તુઓને બારીક પીસી લેવી,
 8. પછી તેને એક કપ અથવા ગ્લાસમાં કાઢીને પીરસી દેવો.
 9. આ નારિયેળ શેકને વધારે ઘાટું બનાવવા માટે વધારે આઈસ્ક્રીમ નાખો. અને જરૂર મુજબ બદામનો ભૂકો અથવા અન્ય કોઈ સુકો મેવો પણ ભભરાવવો.. આ રીતે નારિયેળ શેક તૈયાર છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
8Source link

Like it.? Share it: