હવે ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ જવ ની ખીચડી


હવે ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ જવ ની ખીચડી

ભારત દેશની અંદર જો સૌથી સામાન્ય ભોજન કોઈ હોય તો તે છે ખીચડી. ભારતના લગભગ દરેક પ્રાંતની અંદર ખીચડી બનાવવામાં આવે છે અને દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની ખીચડી બનતી હોય છે. તમે અત્યાર સુધી અનેક પ્રકારની ખીચડી બનાવી હશે. પરંતુ મોટેભાગે આજ સુધી ચોખા અને મગની દાળમાંથી બનાવી હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જવ મા થી બનતી એકદમ સ્વાદિષ્ટ ખીચડી બનાવવાની રેસીપી.

સામગ્રી

  • અડધો વાટકો જવ
  • 2 ચમચી તેલ
  • ૨ ચમચી ધાણાજીરું પાવડર
  • અડધો વાટકો ઝીણી સમારેલી ડુંગળી
  • અડધો કપ ઝીણા સમારેલા ટમેટા
  • અડધો કપ ઝીણા સમારેલા લાલ કેપ્સિકમ
  • અડધો કપ ઝીણા સમારેલા પીળા કેપ્સીકમ
  • અડધો કપ ઝીણા સમારેલા ગાજર
  • અડધો કપ ઝીણી સમારેલી કાકડી
  • અડધો કપ બાફેલી મકાઈ
  • અડધો કપ બ્રોકોલી
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબનું પાણી
  • ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત :-

સૌપ્રથમ જવને પાણીની અંદર બરાબર ધોઈ લો અને તેમાંથી વધારાનું પાણી નિતારી લો અને ત્યારબાદ પ્રેશર-કુકર ની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી અંદાજે બે સીટી વગાડી લો.

હવે એક અલગ નોન સ્ટિક પેન ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી અંદાજે 2 મિનીટ સુધી પાકવા દો.

ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર પાકવા દો અને ઉપરથી લાલ, લીલા અને પીળા કેપ્સીકમ ઉમેરી બરાબર હલાવી લો.

હવે તેની અંદર જરૂર મુજબનું ધાણાજીરું, ગાજર, મકાઈના દાણા, સમારેલી કાકડી, બ્રોકોલી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી ચડવા દો.

ત્યારબાદ આ વગર ની અંદર અગાઉથી બાફેલા જવને ઉમેરી બરાબર હલાવી લો. અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર એડ કરો. અહીં જો તમારે તે ખીચડી ખાવી હોય તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો.

હવે ધીમી આંચ પર આખી ઝીલીને અંદાજે 5 મિનીટ સુધી પાકવા દો જો જરૂર જણાય તો તેની અંતર થોડું પાણી ઉમેરી દેવું.

બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને અવનવી જવની ખીચડી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
46



Source link

Like it.? Share it: