હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ દમઆલુ કે જેથી ઘરના લોકો થઈ જાય આંગળા ચાટતા


હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ દમઆલુ કે જેથી ઘરના લોકો થઈ જાય આંગળા ચાટતા

દરેક ગૃહિણીઓને મોટેભાગે બપોરે અને સાંજે એક જ પ્રકારનો પ્રશ્ન સતાવતો હોય છે. અને તે છે જમવાની વસ્તુ બપોરે અને સાંજે રસોઈ માં કઈ વસ્તુ બનાવવી. કેમકે ઘરના દરેક લોકો દરરોજ કંઈક નવું નવું ખાવા માગતા હોય છે પરંતુ ગૃહિણીઓને રોજ નવી નવી વાનગીઓ ક્યાંથી લાવે જો તમને પણ આ પ્રશ્ન સતાવી રહ્યો હોય તો આજે અમે આપને આ પ્રશ્નનું લાવી રહ્યા છીએ સમાધાન. કેમકે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ દમ આલુ કે જે ચાખતા જ લોકો રહી જશે પોતાના આંગળા ચાટતા.

સામગ્રી

  • 500 ગ્રામ નાના બાફેલા બટેટા
  •  1 ઝીણી સમારેલી ડુંગળી
  •  ૧ વાટકો દહી
  •  2 તમાલપત્ર
  •  એક તજનું નાનો ટુકડો
  •  5 નંગ લવિંગ
  •  10 કાજુ
  •  એક ચમચી લાલ મરચું પાવડર
  •  1 ચમચી ધાણાજીરુ પાઉડર
  •  અડધી ચમચી હળદર
  •  લસણની કળીઓ
  •  ૧ વાટકો ટામેટાની પેસ્ટ
  •  એક ચમચી જીરૂ
  •  એક ચપટી હિંગ
  •  જરૂર મુજબનું તેલ
  •  સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌપ્રથમ નાના બટેટા ને બરાબર બાફી લઇ તેની છાલ ઉતારી લો. અને ત્યારબાદ તેની અંદર નાના-નાના હોલ કરી લો.
  2. ત્યારબાદ એક વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો. અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બાફેલા બટેટાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  3. ત્યારબાદ કડાઈ ની અંદર રહેલા એ તેલમાં તજ-લવિંગ ડુંગળી આદુ લસણ ટામેટા અને કાજુને ઉમેરી દો. અને ત્યારબાદ આ બધી વસ્તુઓને બરાબર સાતળો અને જ્યારે તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યારબાદ તેને મિક્સર ની અંદર કાઢી લે અને તેની બારીક પ્યુરી બનાવી લો.
  4. ત્યારબાદ એક વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો. અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરૂ, એક ચપટી હિંગ અને તમાલ પત્ર ઉમેરી તેનો બરાબર વઘાર કરો. અને જ્યારે તેનો બરાબર વઘાર થઈ જાય ત્યારબાદ આપણે અગાઉ બનાવેલી એ પ્યૂરી ઉમેરો અને તેને બરાબર પાકવા દો.
  5. જ્યારે તે બરાબર પાકી જાય અને તેની અંદર થી તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ તેની અંદર ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી લો. અને ત્યાર બાદ તેની અંદર એક વાટકા જેટલું દહીં ઉમેરી બરાબર હલાવી લો.
  6. હવે આ ગ્રેવી ની અંદર અગાઉથી ફ્રાય કરેલા બાફેલા બટેટા ઉમેરી અંદાજે પાંચથી દસ મિનિટ સુધી ચઢવા દો. અને જ્યારે ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યારબાદ ગેસ ને બંધ કરી લઇ અને ગેસ ઉપરથી ઉતારી લો.
  7. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ને ચટાકેદાર દમ આલુ કે જેનો સ્વાદ તમારા ઘરના દરેક સભ્યોને આંગળા ચાટતા કરી દેશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12



Source link

Like it.? Share it: