હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ અને નવીન રીંગણાની કટલેસ


હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ અને નવીન રીંગણાની કટલેસ

દરેક લોકોએ વેજિટેબલ કટલેસ તો ખૂબ ખાધી હશે અને મોટા ભાગના લોકોને આ કટલેસ ભાવતી પણ હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો એકદમ નવીન પ્રકારની રીંગણની કટલેસ.

સામગ્રી

 •  500 ગ્રામ રીંગણા
 • 250 ગ્રામ બટેટા
 • ૧ વાટકો વટાણા
 • ૧ વાટકો ચણાનો લોટ
 • 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
 • 1 ચમચી ખાંડ
 • જરૂર મુજબનું તેલ
 • 1 લીંબુ
 • 1 ચમચી નારિયેળનુ છીણ
 •  ઝીણી સમારેલી ધાણા ભાજી
 • સ્વાદ અનુસાર મીઠું

 

બનાવવાની રીત

 1.  સૌપ્રથમ રીંગણ અને બટેટાના બરાબર ફાડા કરી લઇ અને તેને કુકરની અંદર બાફવા માટે મૂકી દો અને અંદાજે ૩ થી ૪ સીટી થઈ જાય ત્યારબાદ તેને કુકરમાંથી બહાર કાઢી લઈ અને ઠંડા થવા માટે રાખી દો.
 2.  હવે બટેટા રીંગણા અને વટાણા ના આ મિશ્રણને બરાબર છૂંદી લઈ અને તેની અંદર બધા જ મસાલા ઉમેરી બરાબર હલાવી લો.
 3.  હવે આ મિશ્રણ ની અંદર ચણાનો લોટ ઉમેરી અને તેને બરાબર હલાવી લો, અને ત્યાર બાદ આ  મિશ્રણમાંથી ત્રિકોણાકાર ની કટલેસ બનાવી લો. અન એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો.
 4.  જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ કટલેસને બરાબર તળી લો, અને જ્યારે તે સોનેરી રંગની થઈ જાય ત્યારે તેને કડાઈમાંથી બહાર કાઢી લો. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ રીંગણા ની કટલેસ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
9Source link

Like it.? Share it: