હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ફણગાવેલા મગ નું શાકહવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ફણગાવેલા મગ નું શાક

દરેક લોકોને અવનવું શાક ખાવાનું ખૂબ પસંદ હોય છે, અને તેમાં પણ જો પૌષ્ટિક સાથ મળી જાય તો તો શું વાત કહેવી. આપણે દરેક લોકો જાણીએ છીએ કે ફણગાવેલા મગ આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતાં હોય છે. પરંતુ જો આ    ફણગાવવા મા આવેલા મગનું શાક બનાવવામાં આવે તો સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય.

સામગ્રી

 • ૧ વાટકો ફણગાવેલા મગ
 • ૧ વાટકો ફણગાવેલા મઠ
 • એક ચપટી હિંગ
 • અડધી ચમચી જીરૂ
 • અડધી ચમચી હળદર
 • 2 ચમચી લીંબુનો રસ
 • સ્વાદ અનુસાર મીઠું
 • અડધી ચમચી રાઇ
 • જીણી સમારેલ ધાણા ભાજી
 •  ઝીણી સમારેલી ડુંગળી

બનાવવાની રીત

 1. સૌપ્રથમ મગ અને મઠને બરાબર સાફ કરી તેને પલાળી દો અને ત્યારબાદ તેને ફણગાવી લો. આ માટે તેને એક રાત સુધી સુત્ર કપડા ની અંદર પલાળીને રાખી દો જેથી તેના કોટા ફૂટી જાય.
 2. ત્યારબાદ આ ફણગાવેલા મગ અને મઠમાં થોડું મીઠું અને હળદર ઉમેરી તેને બરાબર બાફી લો.
 3. હવે એક વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર જીરું અને હિંગનો વઘાર કરો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને બરાબર પાકવા દો.
 4. જ્યારે ડુંગળી સોનેરી રંગની થવા આવે ત્યારબાદ તેની અંદર અગાઉથી બાફેલા મગ અને મઠના મિશ્રણને ઉમેરી બરાબર હલાવી લો, અને તેમાં સ્વાદ અનુસાર ચટણી મીઠું અને હળદર ઉમેરો.
 5. ત્યારબાદ તેમાં ઉપરથી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરી દો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફણગાવેલા મગ નું શાક.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
115Source link

Like it.? Share it: