હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા સ્વીટ કોર્ન પરોઠા હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા સ્વીટ કોર્ન પરોઠા

આપણે ત્યાં સવારના નાસ્તામાં કે અન્ય કોઈપણ સમયે મોટેભાગે પરોઠા નું સેવન થતું હોય છે. અને મોટાભાગના લોકો ને જાતજાતના પરોઠા ખાવા ખુબ જ ગમતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા સ્વીટ કોર્ન પરોઠા.

સામગ્રી

 •  ૧ વાટકો ઘઉં નો લોટ
 • એક વાટકો મકાઈના દાણા
 • 2 ઝીણા સમારેલા કેપ્સિકમ
 • ૧ ઝીણી સમારેલી ડુંગળી
 • અડધી ચમચી જીરું
 • અડધી ચમચી ચાટ મસાલો
 • અડધી ચમચી ગરમ મસાલો
 • જરૂર મુજબ તેલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • એક ચપટી હિંગ

 બનાવવાની રીત

 1.  સૌ પ્રથમ એક વાસણ ની અંદર ઘઉંનો લોટ લઈ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો અને ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું  મોણ નાખી અને પાણી દ્વારા એકદમ કડક લોટ બાંધો.
 2.  ત્યારબાદ આ કડક લોટ ને સુતરાઉ કપડા ની અંદર લપેટી અંદાજે અડધો કલાક સુધી રહેવા દો. જેથી કરીને  લોટ એકદમ નરમ બની જાય.
 3.  ત્યારબાદ એક વાટકા જેટલા બાફેલ મકાઈના દાણાને મિક્સર ની અંદર પીસીને પાવડર બનાવી લો, અને ત્યાર બાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકી તેની અંદર હિંગ અને જીરૂનો વઘાર કરો.
 4.  ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર પાકવા દો અને જ્યારે તે પાકી જાય ત્યારબાદ તેની અંદર  કેપ્સીકમ ઉમેરી તેને પણ ચડવા દો. જ્યારે આ બધી જ વસ્તુઓ બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર બારીક પેસ્ટ કરેલ મકાઈના દાણાને ઉમેરી દો અને તેને બરાબર પાકવા દો.
 5.  ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર ચાટ મસાલો, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર હલાવી લો અને તેને ઠંડુ થવા માટે રાખી દો.
 6.  હવે આપણે બાંધેલા લોટમાંથી એક લુવો લઇ અને તેનું ગોળ પરોઠું વણી લો અને તેની વચ્ચે આ મકાઈના દાણા નું સ્ટફિંગ ભરી લઇ અને તેના ઉપર બીજું પડ મૂકી અને બરાબર વણી લો.
 7.  ત્યારબાદ એક નોનસ્ટીક પેન ની અંદર આ બધા જ પરોઠાને બરાબર શેકી લો અને જ્યારે  બધા જ પરાઠા બંને સાઇડ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેને મનપસંદ ચટણી સાથે પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
53Source link

Like it.? Share it: