હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘બ્રોકોલી પરાઠા’…


હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘બ્રોકોલી પરાઠા’…

નમસ્તે દોસ્તો, આજે અમે તમારા માટે એવી વાનગી લઈને આવ્યા છીએ જે બનાવવામાં ખુબ જ સરળ છે અને ઓછા સમયમાં બની જશે. આ વાનગી જોતા જ તમારા મોં માં પાણી આવી જશે અને એ સ્વાદિષ્ટ પણ ખુબ જ છે. તો ચાલો જાણીએ બ્રોકોલી પરાઠાની રેસીપી વિશે.

સામગ્રી

 • ઘઉંનો લોટ
 • ફ્રાઇડ બ્રોકલી (કદૂકસ કરેલી)
 • પનીર (છીણેલું)
 • લીલા મરચાં કાપેલા
 • ધાણા જીરૂં
 • મીઠું – સ્વાદ અનુસાર
 • તેલ
 • લીલી કોથમીર (કાપેલી) વગેરે.

બ્રોકોલી પરાઠા બનાવવાની રીત

 1. સૌથી પહેલા એક બાઉલમાં લોટ, મીઠું અને તેલ નાંખીને લોટને સારી રીતે બાંધી લેવો.
 2. ત્યાર પછી એ લોટને 10 મીનીટ માટે ઢાંકીને મૂકી દેવો.
 3. પછી સ્ટફિંગ માટે એક બાઉલમાં ફ્રાઇ કરેલી બ્રોકોલી, પનીર, લીલા મરચા, ધાણા જીરૂં, ધાણાનો પાવડર અને મીઠું નાખી બધાને સારી રીતે મિક્સ કરી લેવું.
 4. ત્યાર બાદ લોટને બરાબર ભાગમાં વહેંચણી કરીને એક સરખા લુવા બનાવી લેવા.
 5. પછી તે લુવાને હાથ વડે ચપટા કરી લેવા અને તેમાં બ્રોકોલીને સ્ટફિંગ કરી લેવા અને લુવાને ચારે બાજુથી બંધ કરીને પરાઠાના આકારમાં બનાવી લેવા
 6. ત્યાર પછી આ તૈયાર કરેલા પરાઠાને ઘી લગાવી ગરમ કરી લેવા.
 7. ત્યારબાદ એક કડાઈ પર તેલ લગાવવું અને પરાઠાની બંને તરફ સરખી રીતે શેકી લેવા.
 8. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા.

હવે તૈયાર છે સ્વાદિષ્ટ બ્રોકોલી પરાઠા. આ ગરમા ગરમ પરાઠાને કોપરા અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસી શકો છો..

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: