હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ચીઝ કોફતા, જાણી લો તેની રેસીપી.


હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ચીઝ કોફતા, જાણી લો તેની રેસીપી.

કોફ્તા બનાવવાની સામગ્રી

 • ૧ કપ દુધી
 • ૧ કપ શાકભાજી
 • અડધો કપ પનીર
 • બે સ્લાઈસ બ્રેડ
 • ત્રણ ચમચી ધાણા ભાજી
 • બે ચમચી કોર્ન ફ્લોર
 • એક ચમચી આદુ-લસણની પેસ્ટ
 • અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ
 • સ્વાદ અનુસાર મીઠુ
 • જરૂર મુજબ તેલ

ગ્રેવી બનાવવા માટે

 • 1 ચમચો માખણ
 • 1 કપ ટમેટા ની પ્યુરી
 • અડધો કપ તાજુ ક્રિમ
 • 1 ચમચી ખાંડ
 • એક ચમચી મરચાની પેસ્ટ
 • એક ચમચી આદુ-લસણની પેસ્ટ
 • એક ચમચી કસૂરી મેથી
 • એક ચમચી ગરમ મસાલો
 • બે ચમચી કાજુનો ભૂકો
 • 1 ચમચી જીરૂ પાઉડર

 

ગાર્નીશિંગ માટે

 • જીણુ સમારેલુ ચીઝ
 • લીલી ધાણાભાજી
 • કાજુ
 • ફ્રેશ ક્રીમ

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ એક મિક્સર ની અંદર મિક્સ વેજીટેબલ અને દૂધીને એકદમ કરકરા પીસી દો, અને ત્યારબાદ તેનું બધું જ પાણી નિચોવી લો.
 2. ત્યારબાદ તેની અંદર તેલ સિવાયની બધી સામગ્રી ભેળવી લઈ અને તેને બરાબર હલાવી ને એકદમ કડક લોટ બાંધી લો.
 3. ત્યાર બાદ તેમાંથી જરૂર મુજબનું લુવો લઈને યોગ્ય આકાર ના કોફતા બનાવી લો.
 4. હવે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે આ કોફતા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા માટે મૂકી દો.
 5. ત્યારબાદ એક વર્ષની અંદર માખણ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે માખણ ઓગળી જાય ત્યારબાદ તેની અંદર એક કપ જેટલી ટમેટા ની પ્યુરી, ડુંગળીની પેસ્ટ, અડધો કપ ક્રીમ, આદુ-મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો.
 6. જ્યારે આ બધા જ વસ્તુઓ બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર ઉપરથી બધા જ મસાલા ઉમેરી દો, અને બરાબર હલાવી અને પાકવા દો.
 7. જ્યારે આ ગ્રેવી માંથી થોડું થોડું તેલ છૂટું પડવા લાગે ત્યાર બાદ તેની અગાઉથી બનાવેલા કોફતા ઉમેરી અને અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો.
 8. ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારીને તેમાં ઉપર કાજુ લીલી ધાણા ભાજી અને ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરો.
 9. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચીજ કોફતા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: