હવે ઘરે જ કરો તમારા વાળને સ્ટ્રેટ અને એ પણ કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટ વગર


હવે ઘરે જ કરો તમારા વાળને સ્ટ્રેટ અને એ પણ કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટ વગર

દરેક છોકરીઓ એવું ઈચ્છે છે કે તેના વાળ એકદમ સિલ્કી હોય, અને જ્યારે તે તેને છુટા રાખે કે તે એકદમ સીધા અને સ્ટ્રેટ રહે. જેથી કરીને તેની પર્સનાલિટી બમણી થઈ જાય. માત્ર છોકરીઓ જ નહીં પરંતુ નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે પોતાના વાળ એકદમ સીધા અને સ્ટ્રેટ રહે. પરંતુ ઘણા લોકોને એકદમ કૂરકુરીયા વાળ હોવાના કારણે તે પોતાના વાળને ટેમ્પરરી સ્ટ્રેટ કરતા હોય છે.

પરંતુ પોતાના વાળને સ્ટ્રેટ કરવાની આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ અને લાંબી છે, અને આથી જ તેના માટે દરેક લોકો ને વારેવારે પાર્લર ની અંદર જવું પડતું હોય છે. સાથે સાથે તમારા વાળને સ્ટ્રેટ કરવા માટે તમારા વાળમાં વિવિધ જાતના કેમિકલયુક્ત શેમ્પૂનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે. જે આગળ જતા તમારા વાળને ખૂબ જ ખરાબ કરી શકે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઘરેલુ ઉપાય કે જેના દ્વારા તમે તમારા વાળને કોઈપણ જાતના નુકસાન વગર બનાવી શકો છો એકદમ સ્ટ્રેટ.

 

નારિયેળનું દૂધ અને લીંબુ

નારીયલ ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન અને મેંગેનીઝ હોય છે. જે તમારા વાળને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થતા હોય છે. સાથે સાથે તેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને સીધા પણ બનાવી શકો છો. આ હેર પેક બનાવવા માટે સૌપ્રથમ નારિયેળના દૂધ અને લીંબુ ને બરાબર ભેળવી અને તેની પેસ્ટ બનાવી લો, અને ત્યારબાદ તેને તમારા વાળની અંદર લગાવી લો, અને જ્યારે થોડા સમય બાદ આ પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ થોડા થોડા ગરમ પાણીથી તમારા વાળને બરાબર ધોઈ લો, અને ત્યાર બાદ ગરમા-ગરમ ટુવાલ દ્વારા તમારા વાળને લપેટી અને એકદમ સીધા બનાવી લો આમ કરવાથી તમારા વાળ એકદમ સ્ટ્રેટ થઈ જશે.

 

કેળા ની પેસ્ટ

પાકેલા કેળા નો છુંદો કરી અને તેની અંદર બે ચમચા જેટલું મધ દહીં અથવા તો જેતૂનનું તેલ ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લો, અને ત્યાર બાદ એ પેસ્ટને તમારા વાળમાં અંદાજે અડધો કલાક સુધી રાખી મૂકો. અને ત્યારબાદ તમારા વાળને ઠંડા પાણીથી ધોઈ લો તમારા વાળ એકદમ ચમકદાર અને સીધા થઈ જશે.

 

દૂધ અને મધ

દૂધ અને મધ બને ની અંદર વાળને સ્ટ્રેટ કરવાનો ગુણ મળી આવે છે. આ માટે થોડા દૂધની અંદર બે ચમચા જેટલું મધ ભેળવી અને તેને બરાબર હલાવી લો, અને ત્યારબાદ તેની અંદર સ્ટ્રોબેરીની પેસ્ટ ઉમેરી દો, અને ત્યારબાદ આ પેસ્ટને તમારા વાળની અંદર લગાવી બે કલાક સુધી રાખી મુકો આમ કરવાથી તમારા વાળ એકદમ સ્ટ્રેટ બની જશે.

 

ગરમ તેલ

જો કોઈપણ વ્યક્તિને કાયમી માટે પોતાના વાળને સ્ટ્રેટ બનાવવા હોય તો પોતાના વાળમાં દરરોજ ગરમ તેલની માલિશ કરવામાં આવે તો માત્ર થોડા સમયની અંદર તમારા વાંકડિયા વાળ એકદમ સ્ટેટ થઈ જાય છે અને સાથે સાથે તેની મજબૂતી પણ જળવાઈ રહે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: