હવે એકદમ નવીન રીતે જ બનાવો મસુર ની દાળ ફ્રાય જેનો સ્વાદ તમને આંગળીઓ ચાટતા કરી દેશેહવે એકદમ નવીન રીતે જ બનાવો મસુર ની દાળ ફ્રાય જેનો સ્વાદ તમને આંગળીઓ ચાટતા કરી દેશે

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ નવીન પ્રકારની મસૂરની દાળ ફ્રાય ની રેસીપી, કે જે તમે મોટે ભાગે કોઈ પણ પંજાબી રેસ્ટોરન્ટ કે ધાબા ની અંદર ખાતી હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તેની રેસિપી કે જેથી કરીને તમે ઘરે જ આ વસ્તુ બનાવી શકો.

સામગ્રી

 • 1 કપ મસૂરની દાળ
 • જરૂર મુજબનું તેલ
 • એક ચમચી જીરૂ
 • બે ચમચી એલચી પાવડર
 • એક તજ નો ટુકડો
 • સાત લવિંગ
 • દસથી બાર આખા તીખા
 •  2 ચમચી લસણની પેસ્ટ
 • 1 ઝીણું સમારેલું ટમેટું
 • ૧ ઝીણી સમારેલ ડુંગળી
 •  1 ચમચી આદુની પેસ્ટ
 • ૨ ઝીણી સમારેલા મરચા
 • એક ચમચી લાલ મરચુ પાઉડર
 •  અડધી ચમચી હળદર
 • અડધી ચમચી ધાણાજીરું પાઉડર
 • અડધી ચમચી ગરમ મસાલો પાવડર
 • સ્વાદ અનુસાર મીઠું
 • દેશી ઘી
 • એક ચપટી હિંગ

બનાવવાની રીત

 1. સૌપ્રથમ મસૂરની દાળને બરાબર ધોઈ લઈએ કુકર ની અંદર ગેસ ઉપર ચઢાવવા માટે રાખી દો. આ માટે કુકર ની અંદર થોડું તેલ ઉમેરી તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરું એલચી, લવિંગ, તજ અને આખા તીખા ઉમેરી બરાબર પાકવા દો અને ત્યારબાદ તેની અંદર લસણની પેસ્ટ ઉમેરી દો.
 2. હવે જ્યારે લસણ બરાબર પાકી જાય અને તેનો રંગ બદલાવા લાગે ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલી ડુંગળી ઉમેરી અને ડુંગળીને બરાબર પાકવા દો, અને જ્યારે તે ડુંગળી બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર લીલા મરચા ઉમેરી દો.
 3. લીલા મરચા ઉમેર્યા બાદ તેની અંદર હળદર ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, અને ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દો જેથી ટમેટા બરાબર પાકી જાય.
 4. ત્યારબાદ તેની અંદર મસૂરની દાળ ઉમેરી બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દો, અને ત્યાર બાદ અંદાજે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી તે દાળને બરાબર પકાવી લો.
 5. દાળને ઉકળવા માટે કુકરનું ઢાંકણું બંધ કરી દો, અને અંદાજે બે થી ત્રણ સીટી વાગે ત્યાં સુધી તેને ગેસ ઉપર પાકવા દો.
 6. એ જ્યારે તે બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને તીખા ની ભૂકી ઉમેરી બરાબર હલાવી લો અને ગેસ બંધ કરી દો.
 7. હવે એક અલગ કડાઈ ની અંદર થોડું દેશી ઘી ગરમ કરવા માટે મૂકો, અને ત્યારબાદ તેની અંદરની અને લાલ મરચું પાવડર તથા થોડું જીરું ઉમેરી એકદમ સુગંધીદાર તડકો લગાવો.
 8. ત્યારબાદ તેની અંદર જો જરૂર જણાય તો થોડો લીંબુનો રસ ઉમેરી અને અગાઉથી પકવેલી મસૂરની દાળ ઉમેરી દો અને બરાબર હલાવીને બેથી ત્રણ મિનિટ સુધી પાકવા દો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મસૂરની દાળ ફ્રાય.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: