હવે એકદમ અલગ અંદાજમાં બનાવો બ્રેડ ઉત્તપમ.


 હવે એકદમ અલગ અંદાજમાં બનાવો બ્રેડ ઉત્તપમ.

નમસ્કાર મિત્રો મોટાભાગના લોકોએ રવા ઉત્તપમ અને ચોખાના લોટમાંથી બનેલા ઉત્તપમ ખાધા હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કદમ નવીન અંદાજ ના બ્રેડની ઉત્તપમ તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

  • ૬ સ્લાઈસ બ્રેડ
  • ચાર ચમચી રવો
  • 1 ચમચો મેંદો
  • 2 ચમચા દહીં
  • એક વાટકો ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા અને સિમલા મિર્ચ
  • ઝીણી સમારેલી ધાણાભાજી
  • 2 ઝીણા સમારેલા લીલા મરચા
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબ તેલ

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ બ્રેડ ના બધા જ કિનારાઓ ચાકુની મદદથી દૂર કરી લો.
  2. ત્યારબાદ એક વાસણની અંદર બ્રેડ મેંદો રવો દહીં મીઠું અને જીરું મુજબનું પાણી ઉમેરી એકદમ ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
  3. અહીં ખાસ ધ્યાન રાખવું કે આ પેસ્ટ એકદમ ઘટી ન હોય અથવા તો એકદમ પાતળી પણ ન હોય.
  4. હવે એક નોન સ્ટિક પેન ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેની અંદર આ પેસ્ટને ઉમેરીને બરાબર ફેલાવી લો.
  5. ત્યારબાદ તેની ઉપર ઝીણા સમારેલા શાકભાજી નું ટોપિંગ કરી દો અને તેને બરાબર પકાવવા માટે રાખી દો.
  6. ત્યારબાદ તે ઉત્તપમને બીજી બાજુ પણ તેલ ફેલાવી બરાબર પકાવી લો.
  7. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ બ્રેડ ઉત્તપમ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
37



Source link

Like it.? Share it: