હવે આ જુનવાણી મીઠાઈ બનાવો એકદમ નવી સ્ટાઇલ મા :- ગોળ પાપડી


હવે આ જુનવાણી મીઠાઈ બનાવો એકદમ નવી સ્ટાઇલ મા :- ગોળ પાપડી

દરેક લોકોએ પોતાના વડીલો પાસેથી ગોળ પાપડી નું નામ સાંભળ્યું હશે. કેમ કે પહેલાંના સમયમાં ગોળ પાપડી નો ઉપયોગ મીઠાઈ તરીકે કરવામાં આવતો હતો અને મોટાભાગના ઘરોની અંદર આ ગોળ પાપડી બનાવવામાં આવતી હતી. પરંતુ હાલના સમયમાં આ ગોળ પાપડી નું ચલણ ઓછું થઈ ગયું છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે એકદમ નવીન સ્ટાઇલમાં એકદમ સ્વાદિષ્ટ ગોળપાપડી બનાવી શકો છો.

સામગ્રી

  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • ૨૫૦ ગ્રામ ગોળ
  • ખસખસના બી
  • નારિયેળનું ખમણ
  • ૩૦૦ ગ્રામ ઘી

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર ઘી ગરમ કરવા માટે મૂકો, અને જ્યારે ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ઘઉંનો લોટ નાંખી બરાબર શેકાવા માટે રાખી દો, અને જ્યારે એકદમ લાલ રંગનો લોટ થઈ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો
  2. હવે એક વાસણની અંદર ગોળ અને ગરમ કરવા માટે મૂકો અને જ્યારે ગોળ એકદમ ઢીલો થઇ જાય ત્યાર બાદ તેના આ મિશ્રણને અગાઉથી શેકેલા લોટ ની અંદર ઉમેરી બરાબર હલાવી લો.
  3. ત્યારબાદ આ મિશ્રણને એક થાળી ની અંદર પાથરી દો અને તેમાં ઉપરથી ખસખસના બી અને નારિયેળનું ખમણ ઉપર ભભરાવી દો ત્યારબાદ જ્યારે તે મિશ્રણ ઠરી જાય એટલે તેના ચોરસ ટુકડા કરી લો.
  4. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગોળ પાપડી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: