હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં સ્વયં હનુમાનજી કરે છે દરેક બાબતનો ફેસલો


હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં સ્વયં હનુમાનજી કરે છે દરેક બાબતનો ફેસલો

ભારત દેશની અંદર અનેક પ્રકારના એવા અજીબો-ગરીબ મંદિરો આવેલાં છે, કે જેની વિશિષ્ટતા જાણીને દરેક લોકો દંગ રહી જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એક મંદિર વિશે કે જેની સાથે પણ અનેક પ્રકારના રહસ્ય જોડાયેલા છે. આ મંદિરની અંદર કોઈપણ જાતના વાદવિવાદ અથવા તો કોઈ પણ જાતના મહત્વપૂર્ણ ફેલાવો આ મંદિરની અંદર રહેલાં ભગવાન પોતે જ કરે છે.

ભગવાન શ્રી હનુમાનજીના અજીબોગરીબ મંદિર વિલાસપુર ની અંદર આવેલું છે, અને આ મંદિરની અંદર ભગવાન હનુમાન દ્વારા કરવામાં આવેલો દરેક નિર્ણય સર્વ માન્ય હોય છે. આ જગ્યાએ ભગવાન હનુમાનને દરેક પ્રકારના દુઃખોને દૂર કરનાર ભગવાન માનવામાં આવે છે, અને આ જગ્યા ઉપર કોર્ટ કરતાં પણ વધુ મામલાઓના ફેસલા કરવામાં આવે છે.

આ ગામની પંચાયતને ભગવાન હનુમાનના દરેક નિર્ણય ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે, અને ભગવાન હનુમાન નું એ નિર્ણય આખરી નિર્ણય માની અને તેના દ્વારા જ કામ કરતા હોય છે. વિલાસપુર ની અંદર આવેલા આ મંદિરનું નામ શ્રી બજરંગ પંચાયત મંદિર છે.

 

શ્રી બજરંગ પંચાયત મંદિર

આ મંદિરની અંદર છેલ્લા ૮૦ વર્ષની અંદર કોઈપણ જાતના વાદવિવાદ અથવા તો કોઈ પણ જાતના મહત્વપૂર્ણ નિર્ણય હોય તે નિર્ણય ભગવાન હનુમાન દ્વારા જ લેવામાં આવે છે, અને આથી જ આ મંદિરનું નામ શ્રી બજરંગી પંચાયત તરીકે રાખી દેવામાં આવ્યું છે. આ ગામના કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની સમસ્યા હોય કે તરત જ તે આ મંદિરના દ્વાર ખટખટાવે છે અને ત્યાંથી તેને યોગ્ય નિર્ણય મળી જાય છે.

 

મંદિર નો ઇતિહાસ

આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ વિચિત્ર છે. અહીયા રહેલી માન્યતાઓ અનુસાર સુ ખરું નામના એક વ્યક્તિએ 80 વર્ષ પહેલાં પીપળનાં ઝાડ નીચે એક ચબુતરા ઉપર હનુમાનજીની નાની એવી પ્રતિમા સ્થાપી હતી. ભગવાન હનુમાનના ભક્તો ની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, અને આથી જ તે આ જગ્યાએ મંદિરનું નિર્માણ કરાવી શક્યો ન હતો, અને આથી જ આ મંદિરને બનાવવા માટે તેની પંચાયત અને ત્યાંના લોકોએ ભેગા થઇ અને 1983 ની અંદર આ મંદિર બનાવ્યું હતું.

 

જૂની માન્યતા

જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે એવી માન્યતા હતી કે પંચાયતના સભ્યો આ મંદિરના ભગવાનને સાક્ષી માનીને જે કોઈપણ નિર્ણય સંભળાવે છે, તેમ નિર્ણય સર્વ માન્ય હોય છે, અને તે નિર્ણય આખરી હોય છે અને ગામના લોકોનું એવું માનવું છે કે ભગવાન હનુમાનની આ પ્રતિમાની સામે જે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો હોય તે નિર્ણયની અંદર ભગવાન હનુમાનની ઈચ્છા હોય છે, અને આથી જ આ નિર્ણય ભગવાન હનુમાન નો હોય છે તેમ માની અને દરેક લોકો તે નિર્ણયને માન્ય રાખે છે.

 

મંદિરનું મહત્વ

આ ગામના લોકો કોઈ પણ નવું શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન હનુમાનજીના મંદિરની અંદર આશીર્વાદ લેવા માટે આવે છે, અને જ્યારે ભગવાન હનુમાનજીના સારા આશીર્વાદ મળી જાય ત્યારબાદ જ આ ગામના લોકો કોઈપણ જાતનું નવું કાર્ય શરૂ કરતા હોય છે. જો ગામની અંદર કોઈપણ વ્યક્તિના લગ્ન થયા હોય તો નવ પરણિત વર-વધૂ આ ગામના આ મંદિરની અંદર દર્શન કર્યા બાદ જ ગામની અંદર પ્રવેશ કરે છે, અને સાથે સાથે હનુમાન જયંતીના દિવસે આ મંદિરની આસપાસ એક સારો એવો મેળો પણ લગાડવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
8Source link

Like it.? Share it: