સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કેળા નો હલવો, જાણી લો તેની રેસિપી.


સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કેળા નો હલવો, જાણી લો તેની રેસિપી.

કેળુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કેળા ની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે આપણા શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થતા હોય છે. કેળા નો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ. જેમકે, કેળાનું શાક, કેળાનું શેક અને કેળાની ચાટ. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેળામાંથી બનતો નવીન પ્રકાર નો હલવો, કે જે સ્વાદમાં તો સારું છે જ સાથે સાથે ગુણોમાં પણ ઉત્તમ છે.

સામગ્રી

  • ચાર ઝીણા સમારેલા કેળા
  • એક ચમચી એલચી પાઉડર
  • સાતથી આઠ કાજુ
  • સાતથી આઠ બદામ
  • ૪ ચમચી ખાંડ
  • જરૂર મુજબનું ઘી

બનાવવાની રીત

  1. કેળા નો હલવો બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ ની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેરી તેની અંદર ખાંડ ઉમેરી દો.
  2. ત્યારબાદ જ્યાં સુધી બધી જ ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી તેને ગેસ પર ગરમ થવા દો, અને જ્યારે બધી જ ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં કેળાના ટુકડા ઉમેરી દો.
  3. હવેથી માંગે છે આ મિશ્રણને 8 થી 10 મિનીટ સુધી પાકવા દો.
  4. ત્યારબાદ કેળાનું બરાબર છૂંદો કરી લો અને તેમાં ઉપરથી ઘી ઉમેરી ધીમે ધીમે પાકવા દો.
  5. થોડા સમય બાદ જ્યારે આ મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા માંડે ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો, અને તેમાં કાજુ અને બદામ મેળવીને બરાબર હલાવી લો.
  6. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કેળા નો હલવો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
19



Source link

Like it.? Share it: