સેવ ઉસળ બનાવતા તો આવડતું જ હશે પરંતુ આજે બનાવો સ્વાદિષ્ટ મગ ઉસળ..સેવ ઉસળ બનાવતા તો આવડતું જ હશે પરંતુ આજે બનાવો સ્વાદિષ્ટ મગ ઉસળ..

નમસ્તે દોસ્તો, આજે અમે તમારા માટે એવી વાનગી લઈને આવ્યા છીએ જે બનાવવામાં ખુબ જ સરળ છે અને ઓછા સમયમાં બની જશે. તમે બધા લોકોએ સેવ ઉસળ તો બનાવ્યા જ હશે. પરંતુ આજે બનાવો મગ ઉસળ. આ વાનગી જોતા જ તમારા મોં માં પાણી આવી જશે અને એ સ્વાદિષ્ટ પણ ખુબ જ છે. તો ચાલો જાણીએ મગ ઉસળ રેસીપી વિશે.

સામગ્રી

 • ફણગાવેલા મગ
 • કાંદા
 • મરચા જીણા સમારેલા
 • ટામેટા
 • હળદર પાવડર
 • આમચૂર પાવડર
 • મરચી પાવડર
 • ધાણા જીરૂ
 • ગરમ મસાલો
 • મીઠું સ્વાદાનુસાર
 • લીલા ધાણા
 • આદુ અને લસણ
 • આખું જીરૂ
 • તેલ

મગ ઉસળ બનાવવાની રીત

 1. સૌ પ્રથમ એક પૈનને ગરમ કરવા ગેસ પર મુકવી અને એમાં તેલ નાખવું
 2. પછી એમાં જીરૂ નાખવું અને એનો રંગ બદલી જાય એટલે એમાં આદુ અને લસણ નાખવું.
 3. જયારે એ ચડી જાય પછી એમાં કાંદા અને લીલી મરચી નાખવી અને હલાવવું.
 4. કાંદા ગોલ્ડન કલરના થઇ જાય તો એમાં મરચી, ધાણા, આમચૂર પાવડર, ગરમ મસાલો નાખવો.
 5. ત્યાર પછી એમાં ટામેટા નાખીને હલાવવું. પછી એમાં મીઠું નાખવું અને સરખી રીતે ચડવા દેવું.
 6. પછી એ બધા મસાલા ચડી જાય તો એમાં મગ પણ નાખીને મિક્ષ કરવું અને એને ઢાંકી દેવું.
 7. ૫ મિનીટ પછી ઢાંકેલું કાઢવું અને જોવું કે એ સરખી રીતે ચડી ગયું છે કે નહિ.
 8. જો ચડી ગયું હોય તો એમાં લીલા ધાણા નાખીને કોઈ એક બાઉલમાં કાઢી લેવું અને તમે ઈચ્છો તો એમાં ઉપરથી કાચા કાંદા પણ નાખી શકો છો.

હવે તમારી સ્વાદિષ્ટ મગ ઉસળ બનીને તૈયાર છે. તમે એને ઉપરથી પણ અલગ ચાટ મસાલો નાખીને સર્વ કરી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: