સુર્યમુખી ના તેલ નું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા, જાણો એના વિશે.સુર્યમુખી ના તેલ નું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા, જાણો એના વિશે.

આપણે સૌ જાણીએ છીએ કે સુર્યમુખીનો છોડ સૂર્ય ઉગે ત્યારેજ ખીલે છે અને સૂર્ય આથમે ત્યારે કરમાઈ જાય છે. અને આ છોડ દેખાવ માં ખુબ જ સુંદર હોય છે એટલુ જ  નહિ પરંતુ સૂર્યમુખીના છોડ નું તેલ પણ આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક છે. અને તે ઘણી બીમારીઓ ને જડમૂળ થી દુર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સૂર્યમુખીના તેલ માં મોટા ભાગનું લીનોલીક એસીડ હોય છે તેમજ કેરોટીન અને ટોકાફ્લોર, વિટામીન ઈ, વિટામીન ડી ભરપુર માત્રા માં હોય છે.

સૂર્યમુખીના તેલ નો ઉપયોગ હૃદય ને સ્વસ્થ રાખવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ તેને મજબુત બનાવવા, ત્વચા ના સ્વાસ્થય ને જાળવી રાખવા, અને કેન્સર ને થતું અટકાવવા માટે પણ સૂર્યમુખી ના તેલ નો ઉપયોગ કરી શકાય છે. ચાલો જાણીએ સૂર્યમુખીના તેલ નો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે.

 

સુર્યમુખી ના તેલ નું સેવન કરવાથી થતા ફાયદા:

 

કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે:-

સૂર્યમુખીના તેલ ની અંદર ફેટી એસીડ ની માત્રા ખુબ જ હોય છે. જે શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્રાને કન્ટ્રોલ માં રાખે છે. તેથી આ તેલ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં ખુબ જ મદદરૂપ  છે. સુર્યમુખી ના તેલ માં ઓમેગા-૬ અને ફેટી એસીડ ની માત્રા હોય છે જે શરીર માટે ખુબ જ જરૂરી છે.

 

હૃદય માટે ફાયદાકારક:-

સૂર્યમુખીના તેલ નો ઉપયોગ કરવાથી ધમનીઓ સખ્ત થતી બંધ થાય છે જેના કારણે હૃદય નો હુમલો આવવાની સંભાવના ખુબ જ ઓછી થઇ જાય છે.

 

રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બનાવવા માટે:-

સૂર્યમુખીના તેલ માં ભરપુર માત્રા માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેને મજબુત બનાવે છે. તેથી સૂર્યમુખીનું તેલ આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક સાબિત થાય છે તેથી રોજીંદા જીવન માં તેનું સેવન કરવું જોઈએ.

 

ત્વચા માટે ફાયદાકારક:-

સૂર્યમુખીના તેલ માં ભરપુર માત્રા માં વિટામીન ઈ હોય છે જે ત્વચા માટે ખુબજ ફાયદા કારક હોય છે. તે આપણા શરીર માં નવી કોશીકાઓનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી આપણી ત્વચા હંમેશા ખીલી ખીલી રહે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: