સફેદ વાળને કાળા કરવા માટે કરો ચાય પતિનો આ રીતે ઉપયોગ


સફેદ વાળને કાળા કરવા માટે કરો ચાય પતિનો આ રીતે ઉપયોગ

આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં લોકો ના વાળ લાંબો સમય સુધી કાળા અને લાંબા રહેતા હતા. પરંતુ આજના સમયની અંદર ધીમે-ધીમે નાની ઉંમરે જ લોકોના વાળ સફેદ થતાં જાય છે, અને તેની પાછળનું કારણ છે પ્રદૂષણ અને આજની બદલાતી જતી લાઇફસ્ટાઈલ તથા બદલાતી જતી ખાણીપીણીની ટેવો આ ઉપરાંત આજકાલ લોકો પોતાના વાળને સુંદર બનાવવા માટે જાતજાતના કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરે છે અને આથી જ તેના વાળ ખૂબ ઝડપથી ડૅમેજ થઈ જાય છે.

વાળની અંદર જો વારંવાર કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે તો વાળને કુદરતી ચમક દૂર થઈ જાય છે, અને તમારા વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે તમારા સફેદ વાળને બનાવી શકો છો એકદમ કાળા અને તે પણ કોઇપણ જાતની સાઇડ ઇફેક્ટ વગર. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચાય પતિનું એક એવો ઉપયોગ કે જેના દ્વારા તમે પણ તમારા સફેદ થઈ ગયેલા વાળ ને બનાવી શકશો એકદમ ચમકદાર અને કાળા.

ચાય પતી ની અંદર ટોનિક નામનું એક એસિડ મળી આવે છે, જે તમારા વાળને ફટાફટ કાળા કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમારા વાળને કુદરતી રીતે કાળા કરવા માટે છ ચમચી જેટલી ચાય પતિને અંદાજે અડધો કલાક સુધી પાકવા દો, અને ત્યારબાદ ગરણી થી આ પાણીને ગાળી લો અને જ્યારે આ પાણી એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને તમારા વાળની અંદર લગાવી લો અને તમે ઇચ્છો તો આ મિશ્રણની અંદર થોડી કોફી પણ ઉમેરી શકો છો.

ત્યારબાદ આ વાળને અંદાજે ૧ થી ૨ કલાક બાદ સાદા પાણીથી ધોઈ લો. તમારા વાળની અંદર કુદરતી રીતે જ ચમક આવી જશે, અને તે કુદરતી રીતે કાળા થઈ જશે. આ ઉપરાંત આ ચાય પતિના લેપનો ઉપયોગ કરવાના કારણે તમારા વાળને લગતી બીજી અનેક પ્રકારની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. કેમકે ચાય પતિની અંતર રહેલા ગુણ તમારા ખરતા વાળ અટકાવી દેશે. આ ઉપરાંત જો તમારા વાળ એકદમ રફ એન્ડ ટફ થઈ ગયા હશે તો તેને પણ એકદમ સિલ્કી બનાવી દેશે.

આમ ચાય પતિ નો ઉપયોગ તમારા વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તો ઉપયોગી થાય છે. આ ઉપરાંત તેને કુદરતી ચમક આપવા માટે પણ ચાય પતિ નો ઉપયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: