શ્રાવણ માસમાં બનાવો ફરાળી સાબુદાણાના પરોઠા


શ્રાવણ માસમાં બનાવો ફરાળી સાબુદાણાના પરોઠા

શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ માણસો ઉપવાસ કરવાનું શરૂ કરી દે છે અને લોકો વ્રત રાખીને આખો મહિનો ગુજારતા હોય છે. જેમાં આપણે બટાકાનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે પરંતુ જો તમે પણ બટેટા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સાબુદાણા માંથી બનતી એક એવી નવી વાનગી કે જે ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ અને સાથે સાથે એકદમ ફરાળી પણ છે.

ઉપવાસમાં સાબુદાણા ખૂબ જ પ્રચલિત છે. તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણા ના પાપડ અને વડા તો ખાધા જ હશે પરંતુ ક્યારેય પરાઠા ટ્રાય કર્યા છે. તો આવો અમે બતાવવા જઈ રહ્યા છીએ સાબુદાણાના પરાઠા ખાઈને તમે પણ આંગળા ચાટતા થઈ જશે.

સામગ્રી

  • એક વાટકો પલાળેલા સાબુદાણા
  • 3 થી 4 બાફેલા બટેટા
  • અડધી ચમચી ધાણાજીરું પાઉડર
  • 3 મોટી ચમચી માંડવીનો ભૂકો
  • એક ચમચી ખાંડ નો ભૂકો
  • એક લીંબુનો રસ
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબનું તેલ

બનાવવાની રીત :-

સાબુદાણાના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા ને બરાબર પલાળી લો અને ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી નિતારી લઈ તેને એક સાઈડમાં રાખી દો.

હવે બાફેલા બટાટાની છાલ ઉતારી તેને બરાબર મસળીને છૂંદો બનાવી લો અને તેની અંદર અગાઉથી પલાળેલા સાબુદાણા ઉમેરી બરાબર હલાવી લો.

ત્યારબાદ તેની અંદર ધાણાજીરું પાઉડર, મગફળીનો ભૂકો, ઝીણી સમારેલી ધાણાભાજી, લીંબુનો રસ અને ખાંડ નો ભૂકો ઉમેરી સ્વાદ અનુસાર મીઠુ મિક્સ કરી બરાબર હલાવી લો અને બધી જ વસ્તુઓને બરાબર એકબીજા સાથે ભેળવી દો.

હવે આ લોટમાંથી જરૂર મુજબ નો લુવો લઈ તેને હથેળીની મદદથી રોટલીના આકારનો બનાવી લો. અહીં હથેળીમાં થોડું તેલ લગાવી લેવું જેથી કરીને આ બટેટાના લુવા તમારા હાથમાં ચોંટે નહીં.

ત્યારબાદ આપ પરોઠા ને એક નોનસ્ટીક પેન ની અંદર બંને બાજુ બરાબર પાકી જાય તે રીતે પકાવી લો બસ તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણાના પરોઠા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
69Source link

Like it.? Share it: