શ્રાવણ મહિનામાં હવે ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ફરાળી રાજગરા ના લોટ નો સિરો


શ્રાવણ મહિનામાં હવે ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ફરાળી રાજગરા ના લોટ નો સિરો

તમે આ શ્રાવણ મહિનામાં ફળફ્રુટ ખાઈ ને કંટાળી ગયા હોવ તો આજે અમે લાવ્યા છીય ખુબજ સ્વાદિષ્ટ રાજગરા ના લોટ નો સિરો બનાવવા ની રેસિપી.

રાજગરા નો સિરો બનાવાનો સમય 20 મિનીટ

કેટલા વ્યક્તિ માટે 2-4

રાજગરા નો સિરો બનવવા જરૂરી સામગ્રી

  • ૧ કપ રાજગરા નો લોટ
  • દોઢ કપ દૂધ
  • બે ચમચી ઘી

  • અડધો કપ ખાંડ
  • બદામ 4-5 જીણા સમારેલ
  • કાજુ 7-8 જીણા સમારેલ

રાજગરા નો સિરો બનવવા ની રીત

  • સૌ પ્રથમ ધીમા તાપે એક વાસણ ની અંદર દૂધ ને ઉકળવા મુકો

  • બીજી કડાઈ માં ધીમા તાપે ઘી ગરમ કરો અને તેમાં જીણા સમારેલ કાજુ બદામ સેકો

  • એજ કડાઈ ની અંદર રાજગરાનો લોટ ઉમેરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી સેકો. અને લોટ ને લગાતાર ચલાવતા રહો જેથી તે કડાઈ માં ચોટે નહિ.

  • હવે તેમાં ગરમ દૂધ ધીમે ધીમે ઉમેરો અને સરખી રીતે મિક્ષ કરો. સતત ચલાવ થી તેમાં ગાંઠો નહિ બંને.

  • હવે તેમાં ખાંડ અને એલચી ઉમેરો અને સરખી રીતે હલાવો.

  • જયારે તે ઘી મુકવા લાગે તેને પાંચ મિનીટ પકાવી ગેસ બંધ કરો

  • હવે તમે ઈચ્છો તો તેમાં દ્રાક્ષ ઉમેરી અને કાચના બાઉલ માં સેર્વ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
18



Source link

Like it.? Share it: