શ્રાવણ મહિનામાં બનાવો એકદમ સ્વાદિષ્ટ રબડી માલપુઆ જાણી લો તેની રેસિપીશ્રાવણ મહિનામાં બનાવો એકદમ સ્વાદિષ્ટ રબડી માલપુઆ જાણી લો તેની રેસિપી

શ્રાવણ મહિનો શરૂ થતાં જ લોકો અવનવી વાનગીઓ ખાવાનું શરૂ કરી દે છે. કેમ કે જે લોકો એકટાણાં ઉપવાસ કરતા હોય તે લોકોને બીજા સમયે ખૂબ જ સ્વાદિષ્ટ અને અવનવી વસ્તુઓ ખાવાનું મન થતું હોય છે. અને તેમાં પણ જો કોઈ પણ અવનવી મીઠાઈ મળી જાય તો શું વાત કહેવી. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ રબડી માલપુઆ બનાવવા માટે ની રેસીપી.

સામગ્રી.

 • રબડી માટે
 • 1 લિટર દૂધ,
 • 250 ગ્રામ ખાંડ,
 •  અડધી ચમચી કેસર,
 •  એક ચમચી એલચી પાવડર,
 •  ૧ ચમચો પિસ્તા
 • ૧ ચમચો બદામ
 • ચાસણી માટે
 • 500 ગ્રામ ખાંડ
 •  300 ml પાણી
 • અડધી ચમચી કેસર
 •  એક ચમચી એલચી પાવડર
 • માલપૂવા ની સામગ્રી
 • ૧૫૦ ગ્રામ મેંદો
 •  ૧૭૦ ગ્રામ માવો
 •  બે ચમચી ખાંડ નો ભૂકો
 •  એક ચમચી વરિયાળી
 •  280 મીલી લીટર પાણી
 •  ઘી તળવા માટે

બનાવવાની રીત

 1. રબડી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં એક લિટર દૂધ ગરમ કરી તેને ધીમા તાપે ગરમ કરો. ત્યારબાદ ૨૫૦ ગ્રામ ખાંડ, અડધી ચમચી કેસર ,એક ચમચી એલચી પાઉડર ,૧ ચમચો પીસ્તા, ૧ ચમચો બદામ નાખી સરખી રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે ઉકાળો.
 2. ત્યારબાદ એક બાઉલમાં રબડી ને કાઢી તેને એક કલાક માટે રેફ્રિજરેટર માં ઠંડુ થવા રાખી દો .તમારી રબડી તૈયાર છે. ચાસણી બનાવવા માટે એક પેનમાં 500 ગ્રામ ખાંડ, ૩૦૦ મિલી લીટર પાણી મિક્સ કરો.
 3. તેમાં અડધી ચમચી કેસર, એક ચમચી એલચી પાઉડર ,નાખી સરખી રીતે મિક્સ કરી સાત થી આઠ મિનિટ માટે ઉકાળો. તમારી ચાસણી તૈયાર છે તેને સાઈડ પર રાખી દો.
 4. ત્યારબાદ માલપુઆ બનાવવા માટે એક બાઉલમાં ૨૫૦ ગ્રામ મેંદો ,૧૭૦ ગ્રામ માવો, બે ચમચી ખંડ નો ભૂકો, એક ચમચી વરિયાળી અને 280 ml પાણી નાખી સોફ્ટ મિશ્રણ તૈયાર કરો હવે તેને ૩૦ મિનીટ માટે મેરીનેટ થવા માટે રાખી દો.
 5. મિશ્રણમાંથી માલપુઆ બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી માલપુવા ને ધીમી આંચ પર વ્યવસ્થિત ફ્રાય કરો.
 6. ફ્રાય કર્યા બાદ તેને કાઢી ટીશ્યુ પેપર ઉપર રાખી ઉપરથી ચાસણી નાખો .પ્લેટ અથવા તો બાઉલમાં માલપુવા ને રાખો ત્યારબાદ તેમાં રબડી નાંખી બદામ પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: