શ્રાવણ મહિનામાં બનાવો એકદમ ખાસ ટેસ્ટી સિંગોડા નો હલવો, જુવો રેસિપી


શ્રાવણ મહિનામાં બનાવો એકદમ ખાસ ટેસ્ટી સિંગોડા નો હલવો, જુવો રેસિપી

અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ઘણાબધા વ્યક્તિઓ ફરાળી વાનગીઓ કઈ બનાવી તે જ વિચારતા હોય છે. આજે અમે સિંગોડા ના લોટ નો હલવો બનાવવા ની રેસિપી લાવ્યા છીએ

સિંગોડા નો લોટ એ સિંગોડા ને છોલી અને સુકવ્યા બાદ તે સૂકાયેલ સિંગોડા ને દડી ને લોટ બનાવામાં આવે છે અને આપણે તેને ફરાળમાં આરોગીએ છીએ કારણકે તે અન્ન નહિ પણ એક ફળ ગણવામાં આવે છે.તો જો તને શ્રવણ મહિનામાં ફરાળી વાનગી બનાવી હોય તેઓ જરૂરથી ટ્રાય કરજો ફરાળી સિંગોડા નો હલવો.

ફરાળી સિંગોડા નો હલવો બનાવવા જરૂરી સામગ્રી.

  • એક ચપટી કેસર
  • માવો ૧૫૦ ગ્રામ
  • દૂધ ૧ કપ
  • ઘી એક ચમચી

  • કાજુ બદામ જીણા સમારેલ
  • એલચી પાવડર
  • સિંગોડા નો લોટ 500 ગ્રામ
  • ખાંડ ૧૨૫ ગ્રામ

સિંગોડા નો હલવો બનવવા ની વિધિ

સિંગોડા ને છોલી ને તેને ઘસી લો અને ઘસવા સિવાય તમે તેને મિક્ષર માં પેસ્ટ પણ બનાવી શકો છો.

એક વાસણમાં ઘી ગરમ કરવા મુકો અને જે તમે સિંગોડા ની પેસ્ટ બનાવી તે પેસ્ટ ને આ ગરમ ઘી અંદર આસરે ૧૦ મિનીટ સુધી સેકો.અને હવે તેમાં ઘસેલો માવો ઉમેરો. આ તમામ વસ્તુ ને ૩૦-40 મિનીટ સુધી ધીમી આંચે જ્યાં સુધી માવો ભૂરો ના થાય ત્યાં સુધી સેકો.

હવે એક વાટકી દૂધ ની અંદર કેસર પલળવા મૂકી દો અને થોડીવાર રહેવા દો. બીજા એક વાસણ માં દૂધ અને ખાંડ ઉકાળી ને ચાસણી જેવું ઘાટું બનાવો અને હવે તે દૂધ તે સિંગોડા ની પેસ્ટમાં ઉમેરો અને પેસ્ટ ઘાટી ના થાય ત્યાંસુધી હલાવો.

હવે તમે કેસર નો ઘોળ તેમાં ઉમેરો. બસ થોડું હલાવો તૈયાર છે તમારો સિંગોડા નો હલવો. તેને બીજા એક કાચ ના બાઉલ માં લઇ ઉપર થી એલચી પાવડર અને સમારેલ માવો ભભરાવો અને ગરમાગરમ સર્વ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
86Source link

Like it.? Share it: