શું તમે રોજ રોજ ના શાકભાજી જમી ને કંટાળી ગયા છો? તો આજે જ ઘરે બનાવો કાચા કેળા નું શાક, જુવો રેસિપી


શું તમે રોજ રોજ ના શાકભાજી જમી ને કંટાળી ગયા છો? તો આજે જ ઘરે બનાવો કાચા કેળા નું શાક, જુવો રેસિપી

રોજ રોજ એજ શાકભાજી નું શાક જમીને કંટાળી ગયા હસો તો હવે આજે જ ટ્રાય કરો ઘરે કેળા નું શાક, જે સ્વાદ અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખે છે. તો ચાલો જોઈએ કેવીરીત બનાવશો કેળા નું શાક.

કેળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી ની યાદી

 • કાચા કેળા 6 (500 ગ્રામ)
 • 2-૩ ટેબલ સ્પુન તેલ
 • 2-૩ ટેબલ સ્પુન લીલા ધાણા જીણા સુધારેલ
 • ½ ચમચી જીરું
 • 1 ચપટી હિંગ
 • 1/૩ ચમચી હળદર પાવડર
 • 1 નાની ચમચી ધાણા પાઉડર

 • ½ ચમચી જીરું
 • 2 જીણા સુધારેલ લીલા મરચા
 • ½ ચમચી આદુ ની પેસ્ટ
 • ¼  ચમચી લાલ મરચા નો પાવડર

 • ½ ચમચી આમચૂર પાવડર
 • ¼ ગરમ મસાલો
 • મીઠું સ્વાદ આનુસાર

કેળા નું શાક બનાવવાની રીત

 • સૌ પ્રથમ કાચા કેળા ને નાના પીસ માં કાપી લો
 • કાચા કેળા ની સુકુ શાક બનાવવા કાચા કેળા ને ધોઈ બંને બાજુએ થી થોડું કાપી અને પાણી ભરેલ વાસણ ની અંદર રાખો

 • પાણી બહાર કેળા કાઢી હવે એ કેળા ની છાલ ઉતારી ને નાના નાના ટુકડા કરો.
 • એક કડાઈ ગેસ પર ગરમ થવા મુકો અને અંદર 2 ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થતાજ ગેસ ધીમો કરી તેમાં જીરું, હિંગ, હળદર પાવડર , ધાણા પાવડર, લીલા મરચા, આદુ ની પેસ્ટ નાખી આ બધા મસાલા ને થોડું શેકો.
 • હવે અંદર કટકા કરેલ કેળા ઉમેરો અને લાલ મરચા પણ સાથે ઉમેરો, થોડીવાર હલાવો.
 • હવે ¼ કપ પાણી તેમાં ઉમેરી તેને ઢાકી ૩-4 મિનીટ ધીમા તાપમાને તેને ચડવા દો.

 • કેળા નરમ થયા પછી તેમાં  આમચૂર પાવડર,ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરો અને સરખી રીતે મિક્ષ કરો.
 • એક વાસણ ની અંદર તે નીકળી લીલા ધાણા વડે ગાર્નીશ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
49Source link

Like it.? Share it: