શું તમે જાણો છો બાળકોને આંજણ કરવાથી ફાયદા થાય કે નુકશાન?


શું તમે જાણો છો બાળકોને આંજણ કરવાથી ફાયદા થાય કે નુકશાન?

ભારત માં આંજણ લગાવવાનું ખુબજ મહત્વ છે. મોટા હોય કે નાના દરેક લોકો આંજણ લગાવતા હોય છે. બાળકો સુંદર લાગે અથવા તો તેઓને કોઈની નજર ના લાગે તેમાટે તેમના મમ્મી બાળકોને આંજણ લગાવે છે. પરંતુ શું તમે જાણો છો બાળકોની આંખ માં આંજણ લગાવવાથી તેમના સ્વાસ્થય ને નુકશાન થાય છે, અને તેની સાથે તે બાળકોની આંખો ને પણ નુકશાન પહોચાડે છે. તો ચાલો જોઈએ આંજણ લગાવવાથી આંખો પર થતી અસર.

 

આંજણ આંખો માટે ફાયદાકારક છે કે નુકશાનકારક?

આંખો એ આપણા શરીર નું સૌથી સંવેદનશીલ અંગ છે. અને બાળકોની આંખો તો એમ પણ ખુબજ નાજુક હોય છે. અને આંખો ની અંદર આંજણ જવાથી તેમને આંખો માં બળતરા થઇ શકે છે. તેમજ તેને નવડાવતી વખતે તે આંજણ તેમના કાન માં પણ જતું રહે છે. તેનાથી તેમના નાના-નાના રોમ છિદ્રો બંધ થઇ જાય છે. તેનાથી બાળકોને ઇન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે. તેમજ તે ઉપરાંત બીજી કેટલીય સમસ્યાઓ પણ થઇ શકે છે.

 

ઇન્ફેકશન

આંજણ લગાવવાથી બાળકોની આંખો માંથી પાણી નીકળવાનું ચાલુ થઇ જાય છે. એકધારું પાણી નીકળવાથી તેમને ઇન્ફેકશન ની સમસ્યા થઇ શકે છે.

 

ખંજવાળ આવવી 

બાળકોને રોજે આંજણ કરવાથી એ તેમની આંખો માં જામી જાય છે. અને આંજણ જામી જવાથી બાળકોને આંખ માં ખંજવાળ આવવાલાગે છે. તેથી બાળકોની આંખો સ્વચ્છ રાખવી હોય તો દરરોજ આંજણ ના કરવુ જોઈએ.

 

મગજ ને નુકશાન કરે

બજાર માં મળતા આંજણ માં ખુબ જ પ્રમાણ માં લેડ હોય છે જે બાળકોના મગજ પર અસર કરે છે. અને તેનાથી બાળકના મગજ ના વિકાસ માં બાધા આવે છે. તેથી મગજ ના વિકાસ માટે બજારમાં મળતા આંજણ નો ઉપયોગ ના કરવો જોઈએ.

 

કોરી આંખો

બાળકોને આંજણ લગાવ્યા બાદ તરત જ એ આંખો ચોળવા લાગે તો સમજવું કે તેને બળતરા થઇ રહી છે. જયારે પણ બાળક આવું કરવા લાગે તો તરત જ તેની આંખો માંથી આંજણ સાફ કરી લેવુ જોઈએ.

 

ઘરે બનાવેલી આંજણનો જ ઉપયોગ કરવો

જો તમારે બાળકોને આંજણ કરવું જ હોય તો આંજણ ઘરે બનાવો. કારણ કે બજાર માં મળતું આંજણ સારી ગુણવત્તાનું નથી હોતું. તે ઉપરાંત સાફ સફાઈ નું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

 


Post Views:
4Source link

Like it.? Share it: