શું તમે જાણો છો એક નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે? ના જાણતા હોય તો જાણીલો આજે


શું તમે જાણો છો એક નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે? ના જાણતા હોય તો જાણીલો આજે

ભારત સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ ના દિવસે ૫૦૦ અને ૧૦૦૦ ની જૂની નોટ બંધ કરી અને નવી નોટો છાપીને બહાર પાડી હતી જેમાં ૨૦૦ રૂપિયા ની નવી નોટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે માર્કેટ માં એક નવી નોટ લાવવામાં અને નવી નોટ છાપવામાં ખુબ જ ખર્ચો થાય છે. તો ચાલો જોઈએ એક નોટ છાપવામાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે.

મળેલી જાણકારી પ્રમાણે ૧૦ રૂપિયાના ૧૦૦૦ નોટ છાપવામાં ૧૦૧૦ રૂપિયાનો ખર્ચ આવે છે. એટલે કે એક નોટ નો પાચલ નો ખર્ચ ૧.૦૧ રૂપિયા થાય. તેમજ ૨૦ રૂપિયાના ૧૦૦૦ નોટ છાપવા માટે ૧૦૦૦ રૂપિયા નો ખર્ચ આવે છે તેથી એક નોટ પાછળ નો ખર્ચ લગભગ ૧ રૂપિયો આવે છે. ૫૦ રૂપિયાના ૧૦૦૦ નોટ છાપવા માટે ૧૦૧૦ રૂપિયા એટલે એક નોટ પાછળ ૧.૦૧ રૂપિયાનો ખર્ચ આવે છે.

૧૦૦ રૂપિયાના ૧૦૦૦ નોટ ૧૫૧૦ રૂપિયામાં છપાઈ જાય છે. તેથી એક નોટ ની છપાઈ ખર્ચ ૧.૫૧ રૂપિયા આવે છે. ૫૦૦ રૂપિયાની ૧૦૦૦ નોટ છાપવામાં ૨૫૭૦ ખર્ચ થાય છે તેથી એક નોટ નો ખર્ચ રૂપિયા ૨.૫૭  થાય. કહેવાય છે કે નોત્બંધી પછી નોટ બનાવવાની પ્રક્રિયા ખુબજ સુરક્ષિત થઇ ગઈ છે. અને ત્યર બાદ નકલી નોટો છાપવાનું કામ કાજ પણ ખુબજ મુસ્કેલ થઇ ગયું છે.

૨૦૦૦ રૂપિયા ની ૧૦૦૦ નોટ ને છાપવા માટે ૪૧૮૦ રૂપિયા નો ખર્ચ થાય છે. તેથી એક નોટ પાછળ નો ખર્ચ ૪.૧૮ રૂપિયા થાય. જૂની ૫૦૦ રૂપિયાની ૧૦૦૦ નોટ છાપવા માં ૩૦૯૦ રૂપિયાનો ખર્ચ થતો તેથી એક નોટ નો કુલ ખર્ચ ૩.૦૯ રૂપિયા આવતો હતો. તેમજ ૧૦૦૦ રૂપિયાના જુના નોટ ૩.૫૪ રૂપિયા થતો હતો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
30Source link

Like it.? Share it: