શિયાળાની ઋતુ અને ઠંડીના માહોલમાં હવે ઘરે બનાવો ગુજરાતીનો ફેવરીટ અડદિયા પાકશિયાળાની ઋતુ અને ઠંડીના માહોલમાં હવે ઘરે બનાવો ગુજરાતીનો ફેવરીટ અડદિયા પાક

સામગ્રી :-

 • અડદનો કરકરો લોટ
 • ઘી
 • દૂધ
 • ખાંડ
 • ગુંદર
 • કાજુ
 • બદામ
 • સૂંઠ
 • ગંઠોડા પાવડર
 • એલચી પાવડર
 • પીપર પાવડર
 • મરી પાવડર
 • જાવંત્રી પાવડર

બનાવવાની રીત:

 1. અડદિયો બનવા માટે સૌ પ્રથમ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને તેમાં નાખી દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.
 2. ત્યાર બાદ ઘી માં ગુંદર તળી લો અને તેને થોડો થોડો ભાંગી નાખો.
 3. ગુંદર તળાઈ જાય પછી વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી આછા ભૂરા રંગનો થાય ત્યાં સુધી શેકો.

 1. લોટ શેકાઈ જાય એટલે ખાંડની એકતારની ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો.
 2. અને પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર તેમજ બાકીના બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો.
 3. હવે આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લેવું. બધુજ મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી થાળી અથવા ચોકીમાં પથરી દેવું.
 4. લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડામાં કાપી લેવું. અને એકદમ ઠંડુ થઇ જાય પછી જ તેને થાળી માંથી ઉખાડવું અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવું.
 5. તો તૈયાર છે ખુબજ સ્વાદિષ્ટ અને ગુણકારી એવો અડદિયા પાક તો તમે પણ ખાવ અને ઘરના દરેક સદસ્યને પણ ખવડાવો.
 6. અડદિયા પાક એ ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી વધુ ખવાતું વસાણું છે. તેમાં અડદ, ગુંદર અને ઘી જેનો ગુણ સ્નિગ્ધ છે તે શરીરને માંસલ બનાવે છે અને શક્તિ આપે છે.

નોંધ:

 • જો તમે ઈચ્છો તો અડદિયો બનવા માટે તૈયાર અડદિયાનો મસાલો આવે છે તે પણ વાપરી શકાય છે
 • જો અડદિયાના બટકા ના પાડવા હોય તો તેનની ઢેફલી પણ બનાવી શકાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
4Source link

Like it.? Share it: