શા માટે મનાવવામાં આવે છે દિવાળીનો તહેવાર, જાણો એના ૧૦ કારણો.


શા માટે મનાવવામાં આવે છે દિવાળીનો તહેવાર, જાણો એના ૧૦ કારણો.

નમસ્તે મિત્રો, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીએ દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષ દિવાળી ૭ નવેમ્બર ૨૦૧૮ એટલે કે બુધવારે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી શા માટે મનાવવામાં આવે છે. રોશનીનો આ પર્વ, તહેવારને મનાવવાનું શું કારણ છે? નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે દિવાળી શા માટે મનાવવામાં આવે છે.

 

દિવાળી મનાવવાના કારણો.

દિવાળીના દિવસે જ ભગવાન વિષ્ણુએ રાજા મહાબલીને પાતાળ લોકનો સ્વામી બનાવ્યો હતો. એ પછી ભગવાન ઇન્દ્ર એ સ્વર્ગને સુરક્ષિત જોઇને પ્રસન્નતા પૂર્વક દિવાળી મનાવી હતી.

આ દિવસ ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. એટલા માટે પણ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.

દિવાળીના દિવસે સમુદ્ર મંથન પછી લક્ષ્મી અને ધનવંતરી પ્રગટ થયા હતા. દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા થાય છે એવી જ રીતે દિવાળીના ત્રણ દિવસ પહેલા ધનતેરસ પર ધનવંતરી ભગવાનની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા હતા. શ્રી રામ અયોધ્યા આવવાના કારણે લોકો એ ઘી ના દીવા પ્રગટાવ્યા હતા.

દિવાળીના એક દિવસ પહેલા શ્રી કૃષ્ણ નરકાસુર નામનો રાક્ષસનો વધ કર્યો હતો. બીજા દિવસે આ ઉપલક્ષ્ય કારણે દિવાળી મનાવવામાં આવે છે.

દિવાળીના દિવસે જ ભગવાન મહાવીર સ્વામીનો નિર્માણ દિવસ પણ છે.

દિવાળીના દિવસે જ ગૌતમ બુદ્ધના અનુયાયીઓ એ ૨૫૦૦ વર્ષ પૂર્વ ગૌતમ બુદ્ધના સ્વાગતમાં લાખો દીવા પ્રગટાવીને દિવાળી મનાવી હતી.

દિવાળીના દિવસે જ ઉજ્જેન ના સમ્રાટ વિક્રમાદિત્યનું રાજતિલક થયું હતું. એટલા માટે પણ દિવાળીનું ખાસ મહત્વ છે.

દિવાળીના દિવસે જ ગુપ્તવંશીય રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ “વિક્રમ સવંત” ની સ્થાપના કરવા માટે ધર્મ, ગણિત તેમજ જ્યોતિષના દિગ્ગજ વિદ્વાનોને આમંત્રિત કરીને મુર્હૂત કાઢ્યું હતું ત્યારે લોકોએ દીવા પ્રગટાવીને ખુશી મનાવી હતી.

દિવાળીના દિવસે અમૃતસરમાં ૧૫૭૭ માં સ્વર્ણ મંદિરનો શિલાન્યાસ થયો હતો. સ્વર્ણ મંદિરમાં દીપદાન કર્યું હતું.

 


Post Views:
41Source link

Like it.? Share it: