વીજળી નો જટકો લાગે તો કરો આ બચાવ ના ઉપાય, બચી શકશે કોઈ નું જીવન


વીજળી નો જટકો લાગે તો કરો આ બચાવ ના ઉપાય, બચી શકશે કોઈ નું જીવન

વીજળી એટલેકે ઇલેક્ટ્રિક જટકો કોઈપણ વ્યક્તિ ને ક્યાયપણ લાગી શકે છે. વરસાદ ની સીઝન માં આવી ઘટનાબનવી સામાન્ય બાબત બની જાય છે નાના ઝટકા આપને ઘર ની અંદર સ્વીચ બોર્ડ ની અંદર લાગતાજ હોય છે. પરંતુ જો કોઈ વધુ જટકો લાગે તો યોગ્ય સમયે ઉપચાર ના થતા વ્યક્તિ નું મૃત્યુ પણ થાય છે.

ઘણી વાર વીજળી નો જટકો લાગવા થી શરીર નું હૃદય બંધ પડી જવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. અને જો ઓચિંતી આવી ઘટના બની જાય ત્યારે આપણી વિચારવાની ક્રિયા પણ બંધ થઇ જાય છે. અને જલ્દી માં ડોક્ટર પાસે લઇ જવા પહેલા શું કરવું એ મહત્વ ની બાબત છે.તો અમે આજ કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવીશું જે તમને કામ લાગશે.

લોખંડ ની વસ્તુઓ દુર કરો

તમે કોઈ વ્યક્તિ ને મદદ કરવા આગળ જાઓ તે પહેલા સુનિશ્ચિત કરો ત્યાં કોઈ એવી વસ્તુ નથી જેમાં કરંટ લાગી શકે.અને ત્યાં પાણી ના હોય તેનું ખાસ ખયાલ રાખસો.અને બંને એટલું જલ્દી ઈમેર્જેન્સી હેલ્પલાઇન નો સંપર્ક કરવો.

મોઢા થી શ્વાસ આપો

જો તમારી આજુ બાજુ કોઈ વ્યક્તિ ને કરંટ લાગે તો એમ્બુલન્સ આવે તે પહેલા તે બેહોશ વ્યક્તિ ને મોઢા થી શ્વાસ આપવાનો પ્રયાસ કરો. અને હૃદય પર પ્રેસર આપો. આવું કરવાથી હૃદય ચાલુ પણ થઇ શકે છે.

કરંટ સપ્લાય બંધ કરો

જયારે પણ કોઈ વ્યક્તિ ને કરંટ લાગે તેને જે વસ્તુ થી કરંટ લાગ્યો છે તેનો પાવર સપ્લાય બંધ કરી તેની નજીક જાઓ કોઈ પ્રકાર ની ઉતાવળ કરવી નહિ. ત્યાર બાદ તે વ્યક્તિ ને સૂકાયેલ અથવા તો વિધુત અવાહક વસ્તુ વડે છુટા પાડવાનો પ્રયાસ કરો.

રીકવરી પોઝીસન

વ્યક્તિ ને છુટા પડ્યા બાદ તેને રીકવરી પોઝીસન માં સુવડાવી દો, આ પોઝીસન માં વ્યક્તિ એક બાજુ એ હોય છે અને તેનો એક હાથ તેના માથા નીચે અને બીજો આગળ હોય છે તેનો એક પગ સીધો અને બીજો વારી ને રાખેલ હોય છેહવે તે શ્વાસ લઇ રહ્યો છે કે નહિ તે તપાસી લો.

ધાબળા થી ના વીટવું

જો વ્યક્તિ શ્વાસ લેતો હોય અને થોડો બરી ગયો હોય તો તેને પાણી થી ધોઈ લો. તે વ્યક્તિ ને ધાબળો કોઈ દિવસ ના વીટાડો. જો લોહી વહી રહ્યું હોય તો તે જગ્યાએ ચોક્ખા કપડા વડે સફાઈ કરી બાંધો.

સીપીઆર શરુ કરવું

કરંટ લાગવાથી ઘણા કિસ્સામાં લકવો અથવા કોઈ ભાગ સુન્ન થઇ જાય છે. જો તમને એવું લાગે કે વ્યક્તિ શ્વાસ નથી લઇ રહ્યું તો તને સીપીઆર આપવું આ પ્રક્રિયામાંહૃદય ઓછામાં ઓછુ ૧૦૦ વાર દબાવામાં આવે છે ૧ મિનીટ ની અંદર.આવું કરવાથી કોઈ પણ બેહોશ વ્યક્તિ ને ભાનમાં લાવી શકાય છે. જો કોઈ વ્યક્તિ શ્વાસ લઇ રહ્યો છે તો સીપીઆર ના આપવું.

મલમ લગાવો

જો વ્યક્તિ હોશમાં હોય તો તેને કોઈપણ પ્રકાર ની ખાણીપીણી ની વાનગી આપવી નહિ તેને જ્યાં કરંટ લાગ્યો હોય ત્યાં મલમ લાગવું અને દવાખાને લઇ જવું.

મેડીકલ ટ્રીટમેન્ટ જરૂરથી અપાવો

એ વસ્તુ નું ધ્યાન રહે કરંટ લાગ્યો હોય તે વ્યક્તિ ને થોડીજ ક્ષણોમાં તુરંત જ  મેડીકલ જરૂરત હોય છે. ભલે વ્યક્તિ સ્વસ્થ દેખાતો હોય પરંતુ ડોક્ટર ને બતાવું હિતાવહ છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
142Source link

Like it.? Share it: