વાહનોમાં હોય છે આ 7 પ્રકારની નંબર પ્લેટ જાણો દરેક રંગ નો મતલબ વાહનોમાં હોય છે આ 7 પ્રકારની નંબર પ્લેટ જાણો દરેક રંગ નો મતલબ

જ્યારે તમે રસ્તાઓ ઉપર વિવિધ પ્રકારના વાહનો જોતા હોવ ત્યારે તેની અંદર નંબર પ્લેટ લગાવવામાં આવે છે, અને વાહનોમાં લગાવવામાં આવતી આ  નંબર પ્લેટ તેનો યુનિક આઈડી દર્શાવે છે. ગાડીઓની અંદર લગાવવામાં આવતી આ નંબર પ્લેટો અને પ્રકારની હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે રસ્તા ઉપર દોડતી આ કારની અંદર અલગ અલગ રંગની નંબર પ્લેટો લગાવવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગાડીઓની અંદર લગાવવામાં આવતી આ દરેક નંબર પ્લેટ અને તેનો રંગ શું બતાવે છે.

 

સફેદ પ્લેટ

સામાન્ય ગાડીઓ માટે સફેદ રંગના પ્લેટ ઉપર કાળા રંગના કલરથી લખવામાં આવેલ નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના લોકો પોતાની પર્સનલ કારની અંદર આવા સફેદ રંગની પ્લેટ ઉપર નંબર લગાવતા હોય છે.

 

પીળી  પ્લેટ

પીળા રંગની નંબર પ્લેટ ઉપર લખવામાં આવેલા કાળા અક્ષરોનો ઉપયોગ મોટેભાગે ટેક્સી મા કરવામાં આવે છે. જે કોઈપણ વાહનનું ટેક્સી પાસે થયેલું હોય તેવા ગાડીની અંદર આવા પીળા રંગની પ્લેટ લગાવવામાં આવે છે.

 

બ્લુ રંગની પ્લેટ

બ્લુ રંગની નંબર પ્લેટ એવા વાહનોને મળે છે, કે જેનો ઉપયોગ વિદેશના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતો હોય. આવા કલર વાળી ગાડીઓ તમને મોટેભાગે દિલ્હી જેવા શહેરોની અંદર ખૂબ આસાનીથી જોવા મળી શકે છે બ્લૂ રંગના પ્લેટ વાળી આ ગાડીઓ મોટે ભાગે વિદેશના દુતવાસો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

 

કાળા રંગની પ્લેટ

કાળા રંગની પ્લેટ ધરાવતી ગાડીઓ મોટેભાગે કોમર્શિયલ વાહનો જ હોય છે. પરંતુ આવી ગાડીઓ કોઈ પણ ખાસ વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલી હોય છે. મોટેભાગે મોટી મોટી હોટેલો ની અંદર આ પ્રકારે કાળા નંબર પ્લેટ વાળી ગાડીઓ જોવા મળે છે.

 

લાલ પ્લેટ વાળી

જો કોઈપણ ગાડી ની અંદર લાલ કલરની નંબર પ્લેટ લગાવવામાં આવી તો સમજી લેવું કે એ ગાડી ભારતના રાષ્ટ્રપતિ અથવા તો કોઈ પણ રાજ્યના રાજ્યપાલની હોઈ શકે છે. આ લોકો લાયસન્સ વગર ની ઓફીસીયલ ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, અને તેની આ ગાડી ની અંદર લાલ કલરની પ્લેટમાં ગોલ્ડન અક્ષર એ નંબરો લખવામાં આવેલા હોય છે.

 

એરો વાળી નંબર પ્લેટ

સામાન્ય રીતે એરો વાળી નંબર પ્લેટનો ઉપયોગ સૈન્ય વાહનોમાં કરવામાં આવે છે. ભારતીય સેના ની અંદર વપરાતી દરેક ગાડીઓની અંદર આ વાયરો વાળા નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે.

 

લીલા રંગની plate

મોટે ભાગે લીલા રંગની પ્લેટ વાળી ગાડીઓ ઇલેક્ટ્રિક પાવર ઉપર ચાલતી હોય છે. રોડ મંત્રાલય દ્વારા જે ગાડીઓ ઇલેક્ટ્રિક પાવર ઉપર ચાલતી હોય તેવિ ગાડીઓ ને આવા લીલા રંગની નંબર પ્લેટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: