વધેલા ભાતમાંથી આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ કોથમીરી વડા


વધેલા ભાતમાંથી આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ કોથમીરી વડા

મોટાભાગના લોકો બપોરે દાળ-ભાત-શાક-રોટલી ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ગૃહિણીઓ જ્યારે ભાત બનાવતી હોય છે ત્યારે જરૂર કરતા વધુ ભાત બની જવાના કારણે તેને બપોરે ભાત વધી પડે છે. અને આથી જ તેને ફેંકી દેવા પડતાં હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બપોરે વધેલા ભાતમાંથી કઈ રીતે રાત્રે તમે બનાવશો એકદમ સ્વાદિષ્ટ કોથમીરી વડા.

સામગ્રી

  • ૧ વાટકી ઘઉંનો જાડો લોટ
  • ૧ વાટકી ચણાનો લોટ
  • બે કપ વધેલા ભાત
  • 1 કપ ઝીણી સમારેલી ધાણા ભાજી
  • ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • એક ચપટી જેટલો ખાવાનો સોડા
  • એક ચમચી લાલ મરચું પાઉડર
  • એક ચમચી ધાણાજીરુ પાઉડર
  • અડધી ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • અડધુ લીંબુ
  • જરૂર મુજબ તેલ

 

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક બાઉલ ની અંદર બપોરના વધેલા ભાત ઉમેરી તેની અંદર ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરો અને ઉપરથી ઘઉંનો જાડો લોટ તથા ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી હલાવી લો.
  2. હવે તેની અંદર લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ખાવાનો સોડા અને અન્ય મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેની અંદર અડધા લીંબુનો રસ પણ ઉમેરી હળવા હાથે બરાબર મસળી લો.
  3. ત્યારબાદ બનાવેલા આ લોટ ના નાના નાના વડા બનાવી લો અને એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મુકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આ વડાને તેની અંદર તળવા માટે મૂકી દો.
  4. જો તમારે એકદમ ક્રિસ્પી કોથમીર વડા બનાવવા હોય તો તમે આ મિશ્રણ ની અંદર ટોસ નો ભૂકો પણ ઉમેરી શકો છો અથવા તો આ વડાને ટોસ ના ભૂકામાં રગદોળી અને ત્યારબાદ તળવા માટે મૂકી શકો છો.
  5. જ્યારે આ વડા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યારબાદ તેને તેલમાંથી બહાર કાઢી લો અને ટિશ્યુ પેપર ઉપર રાખી દો. જેથી કરીને તેમાં રહેલું વધારાનું તેલ શોષાઈ જાય બસ તૈયાર છે બપોરના વધેલા ભાતમાંથી એક અવનવી અને સ્વાદિષ્ટ વાનગી કોથમીરી વડા.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15



Source link

Like it.? Share it: