લક્ષ્મી માતા ને કરવા છે ખુશ તો ચડાવો આ ૫ પ્રસાદ, જરૂર જાણો.


લક્ષ્મી માતા ને કરવા છે ખુશ તો ચડાવો આ ૫ પ્રસાદ, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, દિવાળી પર જેટલી ખુશી ફટાકડા ફોડવામાં આવે છે એટલી જ ખુશી લક્ષ્મી પૂજન કરવામાં પણ આવે છે. એ દિવસ દેવી લક્ષ્મીની વર્ષની સૌથી મોટી પૂજા હોય છે. એટલા માટે દરેક ઘરમાં ખુબ જ સારી વિધિ અને વિધાનથી આ પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિવાળી પર દેવી લક્ષ્મીનું પૂજન કરવાથી આખું વર્ષ ઘરમાં ધનની અછત નથી રહેતી પરંતુ દેવી લક્ષ્મી જો પ્રસન્ન થઇ જાય તો એની કૃપાથી યશ, સંપતિ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌથી વધારે જરૂરી છે કે એમની પૂજા ખુબ જ સરખી રીતે કરવામાં આવે અને એમનો મનપસંદ પ્રસાદ એમને ચડાવવામાં આવે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે દિવાળી પર દેવી લક્ષ્મીને પ્રસાદમાં શું શું ચડાવવું જોઈએ.

 

શિંગોડા

લક્ષ્મી માં ને પાણીથી ખુબ જ પ્રેમ છે એટલા માટે પાણીમાં ઉગતા ફળ ફૂલ એમને ખુબ જ પસંદ આવે છે. તસ્વીરો પર તમે જોયું જ હશે કે દેવી લક્ષ્મી પાણીમાં ઉગતા ફૂલ કમળ પર બિરાજમાન રહે છે. આમ તો પાણીમાં ઘણા ફળ અને ફૂલ ઉગે છે પરંતુ આ દિવાળી તમારે આ ફળ દેવી લક્ષ્મી પર જરૂર પ્રસાદના રૂપમાં ચડાવવા જોઈએ.

 

પતાસા

એવું કહેવાય છે કે માં ને ખાંડના રમકડા અને પતાસા ખુબ જ પસંદ છે, માનવામાં આવે છે કે આ બંને વસ્તુ ચંદ્રને પણ પ્રિય છે. એટલા માટે દિવાળી પર ખાંડના રમકડા, લાડુ, ગોળથી બનેલી વસ્તુ, પતાસા લક્ષ્મી માતાને ચડાવવામાં આવે છે. બજારમાં ખાંડથી બનેલ ઘણા રમકડા આવે છે. દિવાળી પર એને દેવી લક્ષ્મી પર ચડાવવાથી એ ખુશ થઇ જાય છે. પછી આ રમકડાનો ઉ[ઉપયોગ ખાંડના રૂપમાં કરી શકાય છે.

 

નારિયેળ

નારિયેળને હિંદુ ધર્મમાં ખુબ જ શુભ માનવામાં આવે છે અને પૂજા પાઠના અવસરો પર એને કળશ પર સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ નારિયેળ દેવી લક્ષ્મીનું પણ ખુબ જ પ્રિય ફળ છે અને જો દિવાળી પર નારિયેળની પ્રસાદી દેવી લક્ષ્મી માં ને ચડાવવામાં આવે તો દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઇ શકે છે. આમ તો નારિયેળ ઉપરથી કઠોર અને અંદર મુલાયમ હોય છે. માનવામાં આવે છે દેવી લક્ષ્મી પણ એવી જ છે અને દિવાળી પર જો તમે એનો પસંદનો પ્રસાદ ચડાવો છો તો દેવી લક્ષ્મી તમારા પર ખુશ થઈને તમારી બધી મનોકામના પૂરી કરે છે.

 

પાન

દિવાળીની પૂજામાં પાનનું પણ ખુબ જ મહત્વ છે. આમ તો ઘણા પ્રકારની પૂજામાં પાન ભગવાનને અર્પિત કરવામાં આવે છે, પરંતુ દિવાળીની પૂજામાં ખાસ કરીને મીઠું પાન માં લક્ષ્મીને ચડાવવામાં આવે છે. લક્ષ્મી પૂજન વિધિ મુજબ પૂજા અને આરતી પૂરી થયા પછી પાનનો ભોગ લગાવવો જોઈએ. દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ છે એટલા માટે પૂજામાં પાનને પ્રસાદના રૂપમાં જરૂર ચડાવવું જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
17Source link

Like it.? Share it: