રેસ્ટોરન્ટમાં તો ઘણી વાર ખાધા હશે, હવે ઘરે જ બનાવો એકદમ અલગ પ્રકારના ‘મલાબાર પરાઠા’.રેસ્ટોરન્ટમાં તો ઘણી વાર ખાધા હશે, હવે ઘરે જ બનાવો એકદમ અલગ પ્રકારના ‘મલાબાર પરાઠા’.

નમસ્તે દોસ્તો, આમ તો ઘણી વાર તમે સાદા પરાઠા ઘરે બનાવ્યા જ હશે અને ઘણી વાર રેસ્ટોરન્ટમાં પણ ખાધા જ હશે. તો હવે ઘરે બનાવો કંઇક અલગ પ્રકારના પરાઠા. જેનું નામ છે ‘મલાબાર પરાઠા’. તો ચાલો જાણીએ મલાબાર પરાઠાની રેસીપી વિશે.

સામગ્રી

 • મેંદો
 • ઘી
 • ઈંડા
 • દૂધ
 • ખાંડ
 • તેલ
 • મીઠું સ્વાદાનુસાર

મલાબાર પરાઠા બનાવવાની રીત

 1. સૌથી પહેલા એક વાસણમાં મેંદો, ઘી, દૂધ, ખાંડ, મીઠું, ઈંડું અને થોડું તેલ લઈને એમાં જરૂર મુજબનું પાણી નાખીને લોટ બાંધી લેવો.
 2. પછી લોટને ભીના કપડાથી ઢાંકીને ૧૫ મિનીટ સુધી મૂકી રાખવો.
 3. ત્યાર પછી લોટના લુવા બનાવી લેવા અને એક ઊંડી પ્લેટમાં થોડું તેલ નાખીને લુવાને એમાં થોડી વાર માટે રાખીને બીજી વાર કપડાથી ઢાંકીને મૂકી દેવા.
 4. ત્યાર બાદ પાટલી પર થોડું તેલ લગાવીને લુવાને હળવા હાથેથી થોડા વણી લેવા અને પછી એના પર થોડું ઘી લગાવવું.
 5. એમાં એક બાજુથી કાપ લગાવવો જે વચ્ચેના પોઈન્ટ સુધી જવો જોઈએ. પછી એને ફેરવીને લાડુ જેવો આકાર આપી દેવો. પછી પરાઠા વણી લેવા.
 6. ગેસ પર પૈન ગરમ કરીને એના પર પરાઠા નાખવા.
 7. પછી એક બાજુ શેકાઈ ગયા બાદ તેલ લગાવીને ફેરવી નાખવા અને પછી બીજી બાજુ પણ શેકી લેવા.
 8. જયારે બંને બાજુથી શેકાય જાય તો એનાથી મોટી પ્લેટમાં કાઢીને હળવા હાથેથી દબાવી દેવા.

હવે તૈયાર છે એકદમ અલગ પ્રકારના મલાબાર પરાઠા. આ પરાઠાને ચટણીની સાથે ગરમા ગરમ પીરસી દેવા.


Post Views:
10Source link

Like it.? Share it: