રેકડી વાળા ભાઈએ કચરાના ડબ્બામાંથી ઉપાડી હતી આ છોકરીને ૨૫ વર્ષ બાદ એ છોકરીએ ચૂકવ્યું તેનું અહેસાન  કંઈક આ રીતે



રેકડી વાળા ભાઈએ કચરાના ડબ્બામાંથી ઉપાડી હતી આ છોકરીને ૨૫ વર્ષ બાદ એ છોકરીએ ચૂકવ્યું તેનું અહેસાન  કંઈક આ રીતે

કહેવાય છે કે માણસને માણસની મદદ કરવા માટે જ બનાવવામાં આવ્યો છે. પરંતુ આપણી જિંદગી ક્યારેક એવો પ્રકારનો વળાંક લઈ લે તે કોઈપણ વ્યક્તિને ખબર પડતી નથી ઘણા લોકોની જિંદગી કચરાના ડબ્બા ની અંદર પૂરી થઈ જાય છે અને ઘણા લોકો આસમાનની ઊંચાઈઓ ને છુતા હોય છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો એવા બની ગયા છે કે તે બીજા કોઈપણ વ્યક્તિની મદદ કરવા માટે આગળ આવતા નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે વી ઘટના વિશે કે જે એકદમ અજીબ છે જે જાણીને તમે પણ રહી જશો દંગ.

સોમવારના દિવસે સોબરન પોતાના શાકભાજી ની રેકડી લઈ અને ઘરે ઘરે શાકભાજી વેચવા જઈ રહ્યો હતો. અને તેવામાં જ તેને રસ્તામાં એક કચરાના ડબ્બામાં નાની એવી બાળકી જોવા મળી. અને તરત જ તેણે પોતાની રેકડી ઉભી રાખી અને કચરાના ડબ્બામાં પડેલી એ છોકરીને તેડી લીધી. અને આસપાસના વ્યક્તિઓને પૂછ્યું કે તેમાંથી કોઈ ની દિકરી તો નથીને પરંતુ ત્યાં રહેલા આસપાસના કોઈપણ વ્યક્તિએ તેને સરખો જવાબ ન આપ્યો.

ત્યારબાદ તેણે વિચાર્યું કે આ છોકરી એક્દમ માસૂમ છે. અને જો ત્યાં ને ત્યાં પડી રહેશે તો તે પોતાનો જીવ ગુમાવી બેસશે અને આથી જ આવો વિચાર કરીને તે તે નાની એવી બાળકીને પોતાના ઘરે લઈ ગયો. શાકભાજીવાળા તે વ્યક્તિની ઉંમર ૩૦ વર્ષ હતી અને હજી સુધી તેના લગ્ન પણ થયાં ન હતાં. અને તે આ નાની બાળકીને મેળવીને ખુબ જ ખુશ હતો. અને ત્યાર બાદ તેણી એ બાળકીને ઉછેર કરવાનું અને ક્યારેય જિંદગીમાં લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું.

આ કિસ્સો આસામના એક નાના એવા ગામની અંદર બન્યો હતો. અને ત્યાં રહેલો આ શાકભાજી વાળો પોતાની રોજીરોટી ચલાવવા માટે શાકભાજી ની રેકડી ચલાવતો હતો. અને ઘરે ઘરે શાકભાજી વેચતો હતો અને તે શાકભાજીવાળા એ નાની બાળકીને પોતાની દીકરીની જેમ જ તેનો ઉછેર કર્યો. અને તેણે પોતાની દીકરીનું નામ જ્યોતિ રાખ્યું હતું. અને તેણે ખૂબ દિવસ રાત મહેનત કરીને પોતાની દીકરીને ઉછેર કરી અને એકદમ હોશિયાર બનાવી.

પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ઘણી વખત તે પોતે ભૂખ્યો રહી ને સુઈ જતો હતો. પરંતુ પોતાની દીકરીની બધી જ જરૂરિયાતોને પૂરી કરતો હતો અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૩ ની અંદર તે દીકરી જ્યોતિએ કોમ્પ્યુટર સાયન્સ ની અંદર સ્નાતક કક્ષા ની ડીગ્રી મેળવી અને ત્યારબાદ વર્ષ 2014માં તે આસામ જિલ્લાની અંદર લોક સેવા આયોગ ની અંદર pca ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ત્યારબાદ તેને ત્યાંની સરકારી નોકરી ની અંદર ઊંચી પોસ્ટ પણ મળી.

પોતાની દીકરીની આ કામયાબી જોઈને તેના પિતાના આંખમાંથી આંસુ નીકળી પડ્યા. અને આજે જ્યોતિ તેના પિતાને હંમેશાં એ માટે તેની સાથે રાખે છે. અને તેના પિતાની દરેક જરૂરિયાતોને પૂરી કરે છે અને તે શાકભાજી વાળો ભાઈ આજે કહે છે કે મને કચરાના ડબ્બામાંથી મળેલી આ દીકરી ને જો મે ન ઉઠાવી હોત તો આજે મારા કિસ્મત બદલાયા ન હોત.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
66



Source link

Like it.? Share it: