રામરાજ્યના આ ૫ એવા નિર્ણય, જે જાણીને તમે પણ રહી જશો દંગ.


રામરાજ્યના આ ૫ એવા નિર્ણય, જે જાણીને તમે પણ રહી જશો દંગ.

રાવણનો વધ કરીને પછી જયારે ભગવાન રામ અયોધ્યા ગયા ત્યારે એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને રામરાજ્ય શરૂ થયો. એવી કથાઓ છે કે રામ રાજ્યમાં પ્રકૃતિ અનુકુળ ચાલતી હતી. પિતાના જીવિત રહેવાથી ક્યારેય પુત્રીનું મૃત્યુ થતી નથી. મોસમ સમયથી બદલતા બધી બાજુ ખુશી અને શાંતિ હતી. એટલા માટે સારા શાસનની તુલના રામરાજ્ય સાથે કરવામાં આવે છે. પરંતુ રામ રાજ્યમાં ભગવાન રામે ૫ એવા નિર્ણય લીધા જેને જાણીને તમે દંગ રહી જશો કે ભગવાન રામ એવું શા માટે કરી શકે.

 

શત્રુધ્ન થયો બધાથી દુર

રામચંદ્રજીના રાજા બન્યાના અમુક સમય પછી ઋષિ મુની રામજી ની પાસે સુંદર નામના અસુરની ફરિયાદ લઈને આવ્યા. અસુરને દંડ દેવા માટે રામ જી ભરતને મોકલવા ઈચ્છતા હતા પરંતુ નાના ભાઈ શત્રુધ્નએ કહ્યું કે ભરત ભાઈએ તમારી ઘણી સેવા કરી છે મને પણ તમારી સેવાનો અવસર મળે. એટલા માટે રામ જી એ શત્રુધ્નને સુંદરનો વધ કરવા માટે સેના સહીત જવાનો આદેશ આપ્યો. સાથે સુંદરની નગરીનો રાજા પણ બનાવી દીધો અને કહ્યું કે હવે તું સુંદરની નગરીમાં જ રહો અને ત્યાની દેખરેખ રાખો.

 

ભગવાન રામના આ આદેશથી શત્રુઘ્ન દુખી થઇ ગયો અને એને લાગ્યું કે મોટા ભાઈના આદેશને કાપવાના લીધે એને બધાથી દુર જવું પડ્યું. સુંદરનો વધ કરીને પછી શત્રુધ્નએ મધુરાપુરી રાજ્ય વસાવ્યું અને ૧૨ વર્ષ સુધી ત્યાં રહીને પછી પાછા શ્રી રામને આવીને મળ્યો.

 

દેવી સીતાની અગ્નિ પરીક્ષા

દેવી સીતા લંકામાં અગ્નિ પરીક્ષા થઇ રહી હતી અને ભગવાન રામને એ વાતનો પૂરો વિશ્વાસ હતો કે દેવી સીતા પતિવ્રતા છે તો પણ એના એક ધોબીએ દેવી સીતાના ચરિત્રને લઈને સવાલ કર્યો. ભગવાન રામે રાજધર્મનું પાલન કરતા દેવી સીતાને વનવાસ મોકલવાનો આદેશ આપ્યો અને એ પણ એ સમયે જયારે દેવી સીતા ગર્ભવતી હતી.

 

લક્ષ્મણને મૃત્યુ દંડ

કદમ કદમ પર શ્રી રામનો સાથ આપતો લક્ષ્મણને ભગવાન રામે મૃત્યુદંડ આપ્યો હતો. એનું કારણ એ હતું કે જયારે ભગવાન રામની લીલા સમાપ્ત કરવાનો સમય આવી ગયો હતો, એ સમયે એક દિવસ યમરાજ ભગવાન રામની પાસે આવ્યા અને એકલા મળવાની ઈચ્છા પ્રગટ કરી. યમરાજે કહ્યું કે આપણા બંનેની મુલાકાત સમયે જે પણ આવશે એને તમારે પ્રાણદંડ આપવાનો છે.

ભગવાન રામે યમરાજની વાત માની લીધી અને દરવાજા પર લક્ષ્મણને બેસાડી દીધો. ત્યારે ઋષિ દુર્વાશા ત્યાં આવ્યા અને તરત જ શ્રી રામને મળવાની ઈચ્છા પ્રગટ કરી અને મજબુર થઈને લક્ષ્મણને રામ પાસે જવું પડ્યું અને યમરાજને આપેલા વચન મુજબ ભગવાન રામે લક્ષ્મણનો ત્યાગ કરી દીધો. દુખી થઈને લક્ષ્મણે સર્યું નદીમાં પ્રવેશ કર્યો અને દેહ ત્યાગ કર્યો.

 

દેવી સીતાનો વનવાસ

દેવી સીતાને વનમાં છોડવાનો આદેશ રાજા રામચન્દ્રએ લક્ષ્મણને આપ્યો. લક્ષ્મણ એ કામ કરવા માંગતા ન હતા કારણકે તે દેવી સીતાને પવિત્ર અને પતિવ્રતા માનતા હતા અને દેવી સીતા પ્રત્યે એના મનમાં વિશેષ આદર ભાવ પણ હતો. પરંતુ રામના આદેશના કારણે એમને દેવી સીતાને વનમાં જઈને છોડવા પડ્યા અને પાછા અયોધ્યા આવું પડ્યું.

 

દેવી સીતાના સતીત્વનું પ્રમાણ

એમના પુત્ર લવકુશને અપનાવતા પહેલા ભગવાન રામે દેવી સીતાને પાછા એમના સતીત્વનું પ્રમાણ આપવા માટે કહ્યું. વારંવાર સતીત્વ પર ઉઠેલા સવાલથી દુખી થઈને દેવી સીતાએ ધરતી માતાને કહ્યું કે તે એમને એમની અંદર સમાવી લે અને જોવામાં ને જોવામાં ધરતી માતા ભૂમિમાંથી પ્રગટ થઈ અને દેવી સીતા એમના ખોળામાં બેસીને પૃથ્વીમાં સમાઈ ગઈ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

Like it.? Share it: