રાતો-રાત ખરબપતિ બની ગયો અખિલેશ, બેંક નું પ્રિન્ટર પણ ના છાપી શક્યું રકમ, ૫૦૦ રૂપિયા કાઢી ને કર્યું ચેક.


રાતો-રાત ખરબપતિ બની ગયો અખિલેશ, બેંક નું પ્રિન્ટર પણ ના છાપી શક્યું રકમ, ૫૦૦ રૂપિયા કાઢી ને કર્યું ચેક.

રાતો રાત એક યુવક ના સારા દીવસો આવી ગયા, તેની કિસ્મત એવી રીતે પલટાઈ ગઈ કે અચાનક તે ખરબપતિ બની ગયો. તેના બેંક એકાઉન્ટ માં આટલા બધા પૈસા જોઇને તેના હોશ ઉડી ગયા. વિશ્વાસ ના થયો ત્યારે તેને એટીએમ માંથી ૫૦૦ રૂપિયા ઉપાડીને ચેક કર્યું. એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો અખિલેશ યાદવ ના ખાતામાં લગભગ ૬૫ હજાર કરોડ રૂપિયા આવી ગયા. આટલી મોટી રકમ ગુરુવારે બે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના માધ્યમ થી તેના ખાતામાં આવ્યા હતા.

આ યુવક નું ખાતું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં છે. અચાનક પોતાના ખાતામાં આટલી મોટી રકમ જોઇને ખાતા ધારક ના હોશ ઉડી ગયા. તેને સમજમાં જ ના આવ્યું કે આટલા રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવ્યા.

અખિલેશ યાદવ મૂળરૂપ થી યુપી ના સીતાપુર નો રહેવાસી છે. હાલમાં તેઓ ટાવર-૧૧, ફ્લેટ નંબર ૧૧૬૪, એટીએસ સોસાઈટી માં રહે છે. તેઓ હાલમાં બરવાળા રોડ પર આવેલી ફેક્ટરી માં હેડ તરીકે કામ કરે છે. તેમને ઘણા વર્ષો થી યુનિયન બેંક માં ખાતું છે.

અખીલેશે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા લેપટોપ માં પોતાનું ખાતું ખોલ્યું તો ખાતામાં ૧ લાખ ૬૫ હજાર કરોડ રૂપિયા બતાવ્યા. પહેલાતો એને કઈ ના સમજાયું. પછી તે એટીએમ માં ચેક કરવા ગયો તો ત્યાં પણ એટલુજ બતાવ્યું.

ચેક કરવા માટે તેણે પોતાના ખાતામાં પહેલેથી જમા ૨૧૪૯ રૂપિયા માંથી ૫૦૦ ઉપડ્યા તો ૧૬૪૯ વધ્યા. અને ખાતામાં એટલા જ રૂપિયા બતાવે છે. એટીએમ મશીન પણ આટલી મોટી રકમ છાપવામાં નાકામીયાબ રહ્યું. તેથી છેલ્લા ૩ આકડા જ આવ્યા.

અને આ બાબત ની સચ્ચાઈ જાણવા માટે તેણે બેંક ની હેલ્પ લાઈન નમ્બર પર પણ ફોન કર્યો. પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ના હતો. ત્યાર પછી તેણે યુનીયન બેંક ઓફ ઇન્ડિયા સીતાપુર બ્રાંચ માં પોતાના ભાઈ ને મોકલ્યો. ત્યાં પણ બેંક ના અધિકારીઓ ને કઈ સમજાણું નહિ કે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી. અખીલેશે જણાવ્યું કે આટલા રૂપિયા બેંક ની ભૂલથી આવ્યા છે અથવા તો કોઈ હેકર ની શરારત હોઈ શકે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14Source link

Like it.? Share it: