રક્ષાબંધનના તહેવારમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ ઘૂઘરા


રક્ષાબંધનના તહેવારમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ ઘૂઘરા

રક્ષાબંધનના તહેવારમાં લોકો અવનવી મીઠાઈ બનાવતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી વસ્તુ કે જે મીઠાઈ ની અંદર પણ આવે છે અને સાથે સાથે ફરસાણની અંદર પણ તેનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કઈ રીતે તમે ઘરે બનાવશો રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એકદમ સ્વાદિષ્ટ અને મીઠા એવા dry fruit ઘૂઘરા.

સામગ્રી

 • 250 ગ્રામ મેંદો
 • લોટ બાંધવા માટે જરૂરી ઘી
 • સો ગ્રામ માવો
 • 1 વાટકી કાજુ
 • અડધી વાટકી કિસમિસ
 • એક ચમચી ચારોળી
 • ચારથી પાંચ એલચી
 • અડધો કપ ખાંડ
 • તળવા માટે ઘી

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેની અંદર યોગ્ય જરૂરિયાત મુજબનું ઘી ઉમેરો, અને તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી તેનું એકદમ કડક લોટ બાંધી લો. અને ત્યારબાદ તેને મસળીને એકદમ ચીકણો બનાવી લો. અને કપડાંની અંદર ઢાંકીને અંદાજે ૨૦ થી ૨૫ મિનિટ સુધી રાખી દો જેથી કરીને લોટ એકદમ નરમ બની જાય.
 2. ત્યારબાદ એક કડાઈ ની અંદર માવો ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તે એકદમ બ્રાઉન રંગનો થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા કાજુ ખાંડ કિસમિસ અને એલચીનો પાવડર ઉમેરી બરાબર હલાવી લો. અહીં જો જરૂર જણાય તો તમે નારિયેળનું ખમણ પણ ઉમેરી શકો છો.
 3. ત્યારબાદ આપણે બાંધેલા લોટમાંથી એક લુવો લઇ તેમાં વચ્ચે આ ફીલિંગ ભરી દો અને ત્યારબાદ તેને ઘૂઘરાના આકારમાં વાળીને પેક કરી દો અને આ રીતે જરૂર મુજબના ઘૂઘરા બનાવી લો.
 4. ત્યારબાદ એક વાસણની અંદર ઘી ગરમ કરવા માટે મૂકો અને જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ ઘૂઘરાને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
 5. ત્યારબાદ તેને ઘી માં થી બહાર કાઢી લઇ ટીશ્યુ પેપર માં રાખી દો જેથી કરીને તેનું વધારાનું ઘી શોષાઈ જાય બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને મીઠા એવા ડ્રાયફ્રુટ ઘૂઘરા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
23Source link

Like it.? Share it: